India 'Congress is not free, Muslims want to make India free'
  • Home
  • Featured
  • ‘કોંગ્રેસ મુક્ત નહી, મુસ્લિમ મુક્ત ભારત બનાવવા માંગે છે BJP’

‘કોંગ્રેસ મુક્ત નહી, મુસ્લિમ મુક્ત ભારત બનાવવા માંગે છે BJP’

 | 5:17 pm IST

પાંચ રાજ્યોમાં થનારી વિધાન સભામી ચૂંટણી માટે મતદાનમાં હવે થોડાક દિવસ જ બાકી છે. વોટિંગથી પહેલા આક્ષેપપ્રતિઆક્ષેપ શરૂ થઇ ગાય છે. તેલંગાનામાં ચુંટણી પ્રચાર દરમ્યાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એવું નિવેદન આપ્યું છે જેની ચારેય તરફ ચર્ચા થઇ રહી છે.

ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પર આક્ષેપ કરતા કહ્યું કે બીજેપી ભારતને મુસ્લિમ મુક્ત બનાવવા માંગે છે. તેમને આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં અલ્પસંખ્યકોને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

જોકે, ઓવૈસી બીજેપી અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પલટવાર કરી રહ્યા હતા જેમા તેને કોંગ્રેસ મુક્ત ભારત અને મસજિસ (MIM) મુક્ત તેલંગાનાની વાત કહી હતી. બુધવારે એક રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યુ કે, અમિત શાહ આવીને તેલંગાણામાં બોલ્યા કે હૈદરાબાદને મજલિસથી મુક્ત કરીશ. કયું મુક્ત કરશો? ક્યાંથી મુક્ત કરશો. તમે મજલિસ મુક્ત નહી તમે ભારતથી મુસલમાનોને મુક્ત કરવા માંગો છો. ભારતથી મુસલમાનોનો સર્વનાશ કરવા માંગો છો.

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદશેથી અલગ થયા બાદ તેલંગાણામાં પ્રથમ વખત વિધાનસભા ચુંટણી થઇ રહી છે. જણાવી દઇએ કે, તેલંગાણાની 119 સીટ વાળી વિધાનસભામાં કેસીઆરની પાર્ટી ટીઆરએસના 90 ધારાસભ્ય છે. બીજેપીને માત્ર 5 ધારાસભ્યથી સંતોષ કરવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસને 13, ટીડીપીને 3, સીપીઆઇને એક સીટ મળી હતી. જ્યારે ઓવેસીની પાર્ટી AIMIMના 7 ધારાસભ્ય છે.