India Corona Vaccination: Know People Reactions After Corona Vaccine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ કેવું અનુભવી રહ્યા છે લોકો? અહીં જાણો પ્રતિક્રિયા

કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ કેવું અનુભવી રહ્યા છે લોકો? અહીં જાણો પ્રતિક્રિયા

 | 4:42 pm IST
  • Share

દેશમાં આજથી કોવિડ-19 વેક્સિન (Covid 19 Vaccination) લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. વેક્સિન લગાવ્યા પહેલાં અનેક લોકોનાં મનમાં અનેક આશંકાઓ હતી. આ આશંકાઓને દૂર કરવા માટે સૌ કોઈએ પ્રયાસો પણ કર્યાં. પણ આજે જેઓને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લાગ્યો છે તેઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અને આ લોકોનો અનુભવ સારો અને ઉત્સાહવર્ધક રહ્યો હતો.

દિલ્હીમાં સફાઈકર્મીને લાગી પહેલી રસી

દિલ્હીમાં એમ્સમાં મનીષ કુમાર નામના સફાઈ કર્મચારીને કોરોનાની પહેલી રસી લગાવવામાં આવી છે. રસી લગાવ્યા બાદ અડધા કલાક સુધી તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી. રસી લગાવ્યા બાદ તેણે કહ્યું કે, મારો અનુભવ ખુબ જ સારો રહ્યો છે. વેક્સિન લગાવવા માટે મને કોઈ ખચકાટ નહીં થાય અને હું મારા દેશની સેવા કરતો રહીશ. લોકોને ગભરાવવાની જરૂર નથી. મારા મનમાં જે ડર હતો તે પણ નીકળી ગયો છે. તમામને વેક્સિન લગાવવી જોઈએ.

AIIMSના ડાયરેક્ટરે પણ કહ્યું- સુરક્ષિત અને અસરદાર છે

એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ પણ કોરોના વેક્સિનની રસી લીધી હતી. અને કહ્યું- હું તમામને કહેવા માગીશ કે વેક્સિન સુરક્ષિત છે. આ કારગર છે. અમને બહુ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન લગાવવાની છે. એટલા માટે શરૂઆતમાં અમે બહુ સિલેક્ટિવ થઈ શકતા નથી. અમને આપણે રિસર્ચર્સ, વૈજ્ઞાનિકો અને નિયામક સંસ્થાઓ પર ભરોસો કરવો પડશે.

અક્ષતાને મળી બર્થ ડે ગિફ્ટ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અક્ષતા ચોરગે નામની એક યુવતીને પહેલી રસી લગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આજે તેનો જન્મદિવસ પણ છે. અને જન્મદિવસે તેન રસીની ખાસ ગિફ્ટ મળી હતી. જેને લઈ તે ખુબ જ એક્સાઈટેડ હતી. અક્ષતાએ કહ્યુ કે, મેં વેક્સિન લઈ લીધી છે. મને કોઈપણ પ્રકારની તકલીફ થઈ નથી. વેક્સિન લીધા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથ ધોવા સહિતના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આ વીડિયો પણ જુઓઃ મોરબીમાં પણ કોરોનાની રસીકરણની શરૂઆત થઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન