India Crossed LAC At Seven Places To Bring China To The Negotiating Table : Report Citing Officials
  • Home
  • Featured
  • ભારતીય સૈન્યએ ચીનના 7 સ્થળો પર કરી લીધો કબજો? ડ્રેગન ઉંઘતુ ઝડપાયું?

ભારતીય સૈન્યએ ચીનના 7 સ્થળો પર કરી લીધો કબજો? ડ્રેગન ઉંઘતુ ઝડપાયું?

 | 6:05 pm IST

છ મહિનાથી વધારે સમયથી લદ્દાખ સરહદે ભારત (India) અને ચીન (China)વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. સૈન્ય સ્તરે અનેક તબક્કાની બેઠકો બાદ આ તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. ચીન સરહદે (China Border)મોટી સંખ્યામાં સૈન્ય (Army) અને હથિયારો તૈનાત કરીને ભારત પર દબાણ સર્જવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો ભારત પણ ચીનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે.

ચીન ભારત (Idno-China)ને ચુશુલ વિસ્તારમાંથી સૈન્ય હટાવી લેવાની માંગણી કરી રહ્યું છે અને પોતે 60 હજારથી વધારે સૈન્ય જવાનો ખડકીને બેઠું છે. જવાબમાં ભારતે પણ 1965 જેવી ભૂલ ના કરી કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતુ નથી.  

ભારતે મક્કમ જવાબ આપતા ચીનને પહેલાં પેંગોંગના વિસ્તાર ખાલી કરવા કહ્યું છે. ભારતે ડ્રેગનને એપ્રિલ પહેલાની સ્થિતિ પૂર્વવત કરવા કહ્યું છે. ચીન પહેલા આમ કરે ત્યાર બાદ જ કોઈ આગળની વાત થશે તેમ રોકડુ પરખાવી દીધું છે. ભારત પોતાના વલણ પર મક્કમ રહ્યું છે કે પેંગોંગ સરોવરની ઉત્તરેથી ચીને પોતાના લશ્કરને હટાવી લેવું. ભારત જેને લાઇન ઑફ કન્ટ્રોલ માને છે ત્યાં ચીની સેનાએ ગેરકાયદે અને જબરદસ્તીથી ઘુસણખોરી કરી છે. ચીન પહેલાં પોતાની સેનાને પાછળ હટવે ત્યાર બાદ જ બીજી વાત.

હવે ભારતીય સૈન્યએ ચીનને એની ભાષામાં જવાબ આપવા માટે ભારતીય લશ્કરે મહત્વના એવા 7 સ્થળે પોઝિશન લીધી હતી. ભારત આ સ્થળેથી ચીનને જવાબ આપી રહ્યું હતું. આ સ્થળ ચીનની સરહદની લગોગલ જ આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન