India crosses 100 cr COVID vaccine dose: Here top 10 state
  • Home
  • Corona
  • ભારત માટે ઐતિહાસિક ક્ષણ, કોરોના રસીકરણના મામલામાં ગુજરાત કયા નંબર પર?

ભારત માટે ઐતિહાસિક ક્ષણ, કોરોના રસીકરણના મામલામાં ગુજરાત કયા નંબર પર?

 | 12:29 pm IST
  • Share

  • ભારતે 100 કરોડનો ઐતિહાસિક મુકામ પ્રાપ્ત કરી લીધો

  • ગુજરાત કોરોના રસીના ડોઝ આપવાના મામલામાં ચોથા ક્રમાંકે

  • 100 કરોડ કોરોના રસી મૂકવામાં તમામ રાજ્યોનું સારું યોગદાન રહ્યું

ભારતે 100 કરોડનો ઐતિહાસિક મુકામ પ્રાપ્ત કરી લીધો છે. દેશભરમાં ઝડપથી કોરોનાની વિરૂદ્ધ જંગ ચાલુ છે. 100 કરોડ કોરોના રસી મૂકવામાં તમામ રાજ્યોનું સારું યોગદાન રહ્યું છે પરંતુ કેટલાંક રાજ્યોએ કોરોના રસીકરણના 9 મહિનામાં ખૂબ જ ઝડપથી રસીકરણ કર્યું છે. ત્યારે આપણને થાય કે આ મામલામાં ગુજરાત કયા નંબરે છે તે અંગે પણ અમે આપને જણાવીશું.

આ યાદીમાં ટોપ-10માં ગુજરાત ચોથા નંબરે છે. જ્યારે ઉત્તર પ્રદેશ નંબર વન પર છે. UP બાદ મહારાષ્ટ્ર બીજા, પશ્ચિમ બંગાળ ત્રીજા અને મધ્યપ્રદેશ પાંચમા નંબર પર છે.

રસીકરણમાં ટોપ 10 રાજ્ય પહેલો ડોઝ  બીજો ડોઝ
ઉત્તરપ્રદેશ  9.43 કરોડ  2.78 કરોડ
મહારાષ્ટ્ર  6.43 કરોડ 2.88 કરોડ
પશ્ચિમ બંગાળ 4.97 કરોડ 1.87 કરોડ
ગુજરાત 4.41 કરોડ  2.35 કરોડ
મધ્યપ્રદેશ  4.94 કરોડ  1.77 કરોડ
બિહાર  4.80 કરોડ  1.54 કરોડ
કર્ણાટક  4.12 કરોડ  2.05 કરોડ
રાજસ્થાન  4.21 કરોડ 1.88 કરોડ
તમિલનાડુ 3.94 કરોડ 1.44 કરોડ
આંધ્રપ્રદેશ  3.10 કરોડ 1.75 કરોડ

હાલ ભારતની 18+ વસતીમાં 74.9 ટકા કમ સે કમ એક ડોઝ લઇ ચૂકયા છે અને 18+ વસતીના 30.9 ટકા સંપૂર્ણપણે વેક્સીનેટેડ થઇ ચૂકયા છે.

દેશમાં કોવિડ-19 વેક્સીનેશનનો આંકડો 100 કરોડને પાર પહોંચવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે આપણા ડૉકટર્સ, નર્સ અને એ તમામને ધન્યવાદ જેમણે આ ઉપલ્બિધને પ્રાપ્ત કરવા માટે કામ કર્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો