India Destroyed Missile Cell Of Pakistan In Jammu And Kashmir
  • Home
  • Featured
  • જેવા-તેવાઓનું નથી આ કામ, ભારતનાં જાંબાઝ વીરોએ પાક. મિસાઇલ સેલને કર્યા નષ્ટ

જેવા-તેવાઓનું નથી આ કામ, ભારતનાં જાંબાઝ વીરોએ પાક. મિસાઇલ સેલને કર્યા નષ્ટ

 | 8:12 pm IST

ભારતીય સેનાએ એકવાર ફરી નિયંત્રણ રેખાની પાસે પાકિસ્તાનનાં નાપાક ષડયંત્રને અસફળ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરનાં પુંછ જિલ્લાની નિયંત્રણ રેખા પાસે એક ગામમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા છોડવામાં આવેલા બે મિસાઇલ સેલને નષ્ટ કરી દીધા છે. આ ગામ જમ્મુ-કાશ્મીરનાં પુંછમાં છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન બરાબરનું ગિન્નાયું છે. પાકિસ્તાની સેના તરફથી એલઓસી પર દરરોજ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

પાકિસ્તાન ગોળીબાર અને સીઝફાયર ઉલ્લંઘનની પાછળ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને સીમા પાર પુંછ અને રાજૌરી સેક્ટરમાં આતંકી લોન્ચ પૈડ બનાવી રાખ્યા છે. પાકિસ્તાનનો સંપૂર્ણ પ્રયત્ન છે કે તે બરફવર્ષા પહેલા કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે, પરંતુ ભારતીય સેનાની સામે તેના પ્રયત્ન સફળ થઈ રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન