India Did 11 Missiles Testing In Less The Two Month
  • Home
  • Featured
  • ચીનને ભારતે બતાવી ખરી તાકાત, 2 મહિનાથી પણ ઓછા સમયમાં 11 મિસાઇલોનું કર્યું પરીક્ષણ

ચીનને ભારતે બતાવી ખરી તાકાત, 2 મહિનાથી પણ ઓછા સમયમાં 11 મિસાઇલોનું કર્યું પરીક્ષણ

 | 11:17 pm IST

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (brahmos supersonic cruise missile) ના એક નૌસેના મૉડલનું ભારતીય નૌસેનાના સ્વદેશી નિર્મિત એક વિધ્વંસક યુદ્ધજહાજથી રવિવારના અરબ સાગર (Arabian Sea) માં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે મિસાઇલ ‘આઈએનએસ ચેન્નાઈ’ (INS Chennai) યુદ્ધજહાજથી દાગવામાં આવી અને આણે લક્ષ્યને સંપૂર્ણ સટીકતાથી ભેધ્યું. બ્રહ્મોસના સફળ પરીક્ષણ સાથે ભારતે બે મહિના કરતા ઓછા સમયમાં 11 મિસાઇલો (Missile) નું પરીક્ષણ કર્યું છે.

ભારત-ચીન વચ્ચે 5 થી પણ વધારે મહિનાથી ચાલી રહ્યો છે તણાવ

આ મિસાઇલોનું પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પર ભારત અને ચીનની વચ્ચે લગભગ 5 મહિનાથી પણ વધારે સમયથી તણાવ ચાલી રહ્યો છે. જૂનમાં લદ્દાખની ગાલવાન ખીણમાં આ તણાવ હિંસક મારામારીમાં ફેરવાયો હતો જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા.

LAC પર બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોની મોટી સંખ્યામાં તૈનાતી

અત્યાર સુધી ભારતે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ અને એન્ટી રેડિએશન મિસાઇલ રુદ્રમ-1ના નવા મૉડલનું પરીક્ષણ કર્યું છે. આમાં શૌર્ય પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે જે એક લેઝર ગાઇડેડ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ અને પરમાણુ સક્ષમ હાઇપરસોનિક મિસાઇલ છે. ભારતે LAC પર બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોની મોટી સંખ્યામાં તૈનાતી કરી છે.

લેઝર ગાઇડેડ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલનું પરીક્ષણ

7 સપ્ટેમ્બરના ભારતે સ્વદેશી રીતે વિકસિત હાઇપરસોનિક ટેકનોલોજી નિદર્શન વાહન (HSTDV), જે ક્રૂઝ મિસાઇલો અને લાંબા અંતરની મિસાઇલ સિસ્ટમ માટે જરૂરી છે, તેનું પરીક્ષણ ઓરિસ્સાના દરિયાકિનારે કરવામાં આવ્યું. 22 સપ્ટેમ્બરના ABHAYS હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ (HEAT) વાહનોનું ઓરિસ્સાના દરિયા કિનારે પરીક્ષણ કર્યું. તો 22 સપ્ટેમ્બરના જ DRDOએ મહારાષ્ટ્રના અહમદનગરમાં સ્વદેશી રીતે વિકસિત લેઝર ગાઇડેડ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલનું પરીક્ષણ કર્યું.

આ વિડીયો પણ જુઓ: દુષ્કર્મની ઘટના મુદ્દે કોંગ્રેસના MLAનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન