India Doing For Developing Covid-19 Vaccine
  • Home
  • Corona live
  • દુનિયા આખીથી બે ડગલા આગળ નિકળ્યું ભારત, કોરોનાની એક નહીં 4 પ્રકારની વેક્સિન થશે તેયાર

દુનિયા આખીથી બે ડગલા આગળ નિકળ્યું ભારત, કોરોનાની એક નહીં 4 પ્રકારની વેક્સિન થશે તેયાર

 | 5:57 pm IST

કોરોના વાયરસની રસી શોધવાની દિશામાં દુનિયા આખી દિવસ-રાત એક કરી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ તેમન ચીન સહિતના દેશો આ વેક્સીનને લઈને સકારાત્મક રીતે આગળ વધી રહ્યાં છે ત્યારે ભારતે પણ પોતાની તકાતનો પરચો આપ્યો છે. ભારત પણ ઘાતક કોરોના વાયરસનું મારણ શોધવાની દિશામાં ઘણું આગળ નિકળી ગયું છે. ભારત એક નહીં પણ કોરોનાની ચાર પ્રકારની વેક્સીન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. કે વિજય રાઘવને કહ્યુ કે, કોવિડ-19 માટે દેશમાં વેક્સીન બનાવવાનો પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે અને ઓક્ટોબર સુધી કેટલિક કંપનીઓને તેના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. તેમણે જણાવ્યુ કે, વિશ્વભરમાં વેક્સીન બનાવવાની ચાર પ્રક્રિયા છે. ભારત આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં કરી રહ્યું છે.

ડો. રાઘવને કહ્યુ, કેટલિક કંપનીઓ એક ફ્લૂ વેક્સીનના બેકબોનમાં આરએન્ડડી કરી રહી છે. લાગે છે કે ઓક્ટોબર સુધી પ્રી ક્લીનિકલ અભ્યાસ થઈ જશે. કેટલિક ફેબ્રુઆરી 2021માં પ્રોટીન બનાવીને વેક્સીન બનાવવાની પ્રક્રિયામાં લાગેલી છે. કેટલાક સ્ટાર્ટઅપ અને કેટલાક એકેડમિક્સ પણ વેક્સીન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. સાથે વિદેશી કંપનીઓ સાથે વેક્સીન બનાવવામાં ભાગીદારી નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલિક વિદેશી કંપનીઓની સાથે અમે આગેવાની કરી રહ્યાં છીએ જ્યારે કેટલિકની આગેવાનીમાં અમે યોગદાન આપી રહ્યાં છીએ.

કે વિજય રાઘવને જણાવ્યુ હતું કે, આઈસીએમઆર, ડિપાર્ટમેન્ટ ઓફ બાયો ટેક્નોલોજી, આઈઆઈટી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ સાયંસ, નાઈપર્સ, આઈસર્સ, એમ્સ, પીજેઆઈ, સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યૂટ, ડીએસડી ઈન્સ્ટિટ્યૂટ્સ, ડીઆરડીઓ ઈન્સ્ટિટ્યૂટ્સ, એગ્રિકલ્ચર ઈન્સ્ટિટ્યૂટ્સ,, સ્પેસ, એટોમિક એનર્જીએ મર્યાદીત સંશાધનો વચ્ચે પણ કોરોના વાયરસની વેક્સીન બનાવવાની દિશામાં સારૂ કામ કરી રહ્યાં છે. આપણા સંસ્થાનો અને ઉદ્યોગો આ મહામારી સામે એકસાથે ચટ્ટાન બનીને ઉભા છે.

તેમણે કહ્યુ કે, સામાન્ય રીતે વેક્સીન બનાવવામાં 10-15 વર્ષ લાગે છે અને તેનો ખર્ચ 20 કરોડથી 30 કરોડ ડોલર સુધી આવે છે. કારણ કે કોવિડ 19 માટે એક વર્ષમાં વેક્સીન ડેવલોપ કરવાનું લક્ષ્ય છે, તેવામાં ખર્ચ વધીને 20 અબજથી 30 અબજ ડોલર થઈ શકે છે. તેમણે કહ્યુ કે, સામાન્ય રીતે વેક્સીન તૈયાર થવામાં 10થી 15 વર્ષ લાગે છે અને ખર્ચ થાય છે 20 થી 30 કરોડ ડોલર. હવે અમારો પ્રયત્ન છે કે 10 વર્ષને ઘટાડીને એક વર્ષમાં વેક્સીન ડેવલોપ કરી દઈએ. ત્યારે અમારે ઘણા મોરચા પર એક સાથે આગળ વધવુ પડશે. તેમાં રેગ્યુલેટરી લેવલથી લઈને ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને ઝડપી કરવી પડશે અને ત્યારે ખર્ચ વધીને 2થી 3 અબજ ડોલર થઈ શકે છે.

આ વીડિયો પણ જુઓ : જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની કોશિશ નાકામ, કારમાંથી IED ઝડપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન