India Economy exposed: Counterfeit notes seized in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દેશના અર્થતંત્રને ખોખલું કરવાના ષડયંત્રનો પર્દાફાશ: અમદાવાદમાં નકલી નોટો ઝડપાઈ

દેશના અર્થતંત્રને ખોખલું કરવાના ષડયંત્રનો પર્દાફાશ: અમદાવાદમાં નકલી નોટો ઝડપાઈ

 | 8:50 pm IST
  • Share

  • રામોલ પોલીસે 3.21 લાખની નકલી નોટો ઝડપી.
  • તમિલનાડુ સુધી પહોંચાયો નકલી નોટોના તાર જોડાયા.
  • એક મહિલા સહીત 3 લોકોની કરી ધરપકડ

ફરી એક વખત અમદાવાદમાં નકલી નોટોનું નેટવર્ક સામે આવ્યું છે. રામોલ પોલીસે નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. નકલી નોટો સાથે એક મહિલા સહીત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૈસાદાર થવા માટે નકલી નોટો બજારમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે સવાલ એવો ઉભો થાય છે કે ક્યાં ફેલાયો છે નકલી નોટોનું નેટવર્ક જોઈએ?

આ મળતી માહિતી પ્રમાણે દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું કામ આરોપી વીકેશ મધુકર વનીયર, મિતેષ વાઘેલા અને મહિલા અલ્કા જોષીએ કર્યું છે. મૂળ તમિલનાડુનો અને ખોખરા રહેતો મુખ્ય આરોપી વિકેશ 6 લાખની નકલી ચલણી નોટો તમિલનાડુથી લાવ્યો હતો. નકલી નોટો લાવીને કમિશન પેટે બજારમાં વેચતો હતો. જેની બાતમી રામોલ પોલીસને મળતા રામોલ એક્સપ્રેસ હાઇ-વે પરથી મુખ્ય આરોપી વિકેશ પાસેથી 1 લાખની ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. ત્યારબાદ પુછપરછ કરતા આરોપી વીકેશ ચાર લોકોને નકલી નોટો વેચી હોવાની માહિતી ખૂલી હતી. જેમાંથી એક મહિલા અલ્કા જોષીને 2.21 લાખની નકલી નોટ આપી હતી. જે તમામ નકલી નોટ પોલીસે કબ્જે લીધી છે.

પકડાયેલ મુખ્ય આરોપી વિકેશ વનીયર

તમિલનાડુથી અત્યાર સુધીમાં અનેક વખત નકલી ચલણી નોટ લાવ્યો હોવાની પોલીસને આશંકા છે. જેમાં 50 ટકા અસલી નોટો આપીને નકલી નોટો લાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વિકેશ નકલી નોટો બજારમાં કમિશન પેટે વેચતો હતો. એટલું જ નહીં આરોપી વીકેશ નકલી નોટોથી પોતે બજારમાં ખરીદી કરતો હતો. જેમાં લગભગ 1 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો બજાર ફેરવી દીધી છે. આરોપીએ નકલી નોટો જેને વેચી છે, જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

નકલી નોટના નેટવર્કનો તાર તમિલનાડુ સુધી પહોંચ્યો છે. હાલ 3 આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ અન્ય કેટલાક નામ પણ સામે આવ્યા છે. જેમની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ આરોપીની પુછપરછ બાદ નકલી નોટના નેટવર્કનો માસ્ટમાઈન્ડ પોલીસના હાથે પકડાય છે કે કેમ તે હવે જોવું રહ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો