India elected unopposed to non-permanent seat in UNSC
  • Home
  • Featured
  • UNSCમાં ભારત બિનહરીફ ચૂંટાયું, 8મી વખત સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું સ્વાગત

UNSCમાં ભારત બિનહરીફ ચૂંટાયું, 8મી વખત સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું સ્વાગત

 | 7:14 am IST

ભારતને 8મી વખત સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય તરીકે પસંદ કરાયું છે. નિર્વિરોધ પસંદ થયા બાદ હવે ભારત 2021-22 કાર્યકાળ માટે સંયુકત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનું અસ્થાયી સભ્ય બની જશે. 193 સભ્યવાળા સંયુકત રાષ્ટ્ર મહાસભાએ પોતાના 75મા સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો અને આર્થિક અને સામાજિક પરિષદના સભ્યો માટે ચૂંટણી કરાવી હતી. ભારતની સાથો સાથ આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદમાં એન્ટ્રી મળી છે જ્યારે કેનેડાને બહાર જ રહેવું પડશે.

192માંથી 184 વોટ મળ્યા

જીત બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિ એ કહ્યું કે ભારત નેતૃત્વ ચાલુ રાખશે અને એક શ્રેષ્ઠ બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે. ભારતને 192 બેલેટ વોટ્સમાંથી 184 વોટ મળ્યા. તિરૂમૂર્તિએ કહ્યું કે હું ખૂબ ખુશ છું કે ભારતને વર્ષ 2021-22 માટે UNSCના અસ્થાયી સભ્ય તરીકે પસંદ કરાયું છે. આપણને ભારે સમર્થન મળ્યું છે અને સંયુકત રાષ્ટ્રના સભ્યો એ જે વિશ્વાસ વ્યકત કર્યો છે તેનાથી વિનમ્ર મહેસૂસ કરી રહ્યો છું.

દુનિયાને આપશે નેતૃત્વ

તેમણે કહ્યું કે ભારતને સિક્યોરિટી કાઉન્સિલમાં પસંદ કરવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વૈશ્વિક નેતૃત્વને પુખ્તા કરે છે, ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં. તેમણે કહ્યું કે ભારત એક મહત્વના સમય પર સુરક્ષા પરિષદનું સભ્ય બન્યું છે અને અમને વિશ્વાસ છે કે કોવિડ દરમ્યાન અને કોવિડ બાદ દુનિયામાં ભારત હંમેશા નેતૃત્વ પ્રદાશ કરશે અને શ્રેષ્ઠ બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે.

અમેરિકાએ કર્યું સ્વાગત

અમે ભારતનું ઉષ્માભેર સ્વાગત કરીએ છીએ અને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સફળ ચૂંટણી માટે અભિનંદર પાઠવીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના મુદ્દા પર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ જે ભારત અને અમેરિકાને વચ્ચે સહભાગિતાની વૈશ્વિક રણનીતિ છે. તો આની પહેલાં પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે ભારતનું સભ્ય બનવું અમારા માટે ફિક્રની વાત છે. જો કે તેના મેમ્બર બનવાથી કોઇ આસમાન ફાટી જશે નહીં.

ભારતની જીત નક્કી હતી

ભારત 2021-22 કાર્યકાળ માટે એશિયા-પ્રશાંત શ્રેણીથી અસ્થાયી સીટ માટે ઉમેદવાર હતા. ભારતની જીત એટલા માટે નક્કી મનાતી હતી કારણ કે આ ગ્રૂપની આ એક જ સીટ માટે એકમાત્ર ઉમેદવાર હતું, ચીન અને પાકિસ્તાન સહિત 55 સભ્યવાળા એશિયા-પ્રશાંત ગ્રૂપે ગયા વર્ષે જૂનમાં સર્વસહમતિથી ભારતના ઉમેદવારનું સમર્થન કર્યું હતું.

દર વર્ષે 5 અસ્થાયી સીટો માટે થાય છે ચૂંટણી

મહાસભા દર વર્ષે બે વર્ષના કાર્યકાળ માટે કુલ 10માંથી 5 અસ્થાયી સભ્યોની પસંદગી કરે છે. આ 10 અસ્થાયી સીટો ક્ષેત્રીય આધાર પર વિતરિત કરાય છે. પાંચ સીટો આફ્રિકા અને એશિયન દેશો માટે, એક પૂર્વ યુરોપિયન દેશો, બે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો અને બે પશ્ચિમી યુરોપિયન અને અન્ય રાજ્યો માટે વિતરિત કરાય છે. પરિષદમાં પસંદ કરવા માટે ઉમેદવાર દેશોને સભ્ય દેશોના બે તૃત્યાંશ બહુમતીની જરૂર હોય છે.

શું છે UNSC

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, સંયુક રાષ્ટ્ર સંઘના 6 મુખ્ય ભાગમાંથી એક છે. તેનું મુખ્ય કામ દુનિયાભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું હોય છે આ સિવાય સંયુકત રાષ્ટ્ર સંઘમાં નવા સભ્યોને જોડનાર અને તેના ચાર્ટરમાં ફેરફાર સાથે જોડાયેલ કામ પણ સુરક્ષા પરિષદના કામનો હિસ્સો છે. આ પરિષદ દુનિયાભરના દેશોમાં શાંતિ મિશન પણ મોકલે છે અને જો દુનિયાના કોઇ ભાગમાં મિલિટ્રી એક્શનની જરૂરિયાત હોય છે તો સુરક્ષા પરિષદ રિઝોલ્યુશન દ્વારા તેને લાગૂ પણ કરે છે.

આ વીડિયો પણ જુઓ : જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન