India exit from RCEP Agreement know the reason here
  • Home
  • Business
  • RCEP: દુનિયાની સૌથી મોટી ટ્રેડ ડીલમાં સામેલ થવાથી ભારતે કર્યો ઇન્કાર, આ છે પ્રમુખ કારણ

RCEP: દુનિયાની સૌથી મોટી ટ્રેડ ડીલમાં સામેલ થવાથી ભારતે કર્યો ઇન્કાર, આ છે પ્રમુખ કારણ

 | 12:25 pm IST

એશિયાના 16 મોટા દેશો સાથેનો સૌથી મોટો વેપાર કરાર રિઝનલ કોમ્પ્રિહેંસિવ ઈકોનોમિક પાર્ટનરશિપ(RCEP) સાથે જોડાવવાથી આખરે ભારતે ઇન્કાર કર્યો છે. જોકે આ કરાર પહેલા ભારતે કેટલાક મુદ્દા અને સમસ્યાઓ રજૂ કરી હતી. પરંતુ તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા ભારત સરકારે આ નિર્ણય લીધો છે.

ભારતની સૌથી મોટી ચિંતા એ છે કે ચીન સહિત આ દેશો સાથે પહેલાથી જ વેપાર ખાધ છે. આ સમજૂતી બાદ આયાતમાં વધુ વધારો થતા ભારતીય ઉદ્યોગ અને ખેડૂતોના હિત પ્રભાવિત થઈ શકતા હતા. આપણે જણાવી દઈએ કે RCEPમાં આસિયાનના 10 સભ્યો દેશો સિવાય ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. આ દેશોમાં દુનિયાની અડધી વસ્તી રહે છે અને ગ્લોબલ જીડીપીમાં આનું 30 ટકા યોગદાન છે. તેથી આ સ્થિતિમાં આ કરારને સૌથી મોટી ડીલ સમજવામાં આવી રહી છે.

આ 5 મોટા કારણ જેથી ભારતે કરારથી ઇન્કાર કર્યો:

1. પહેલાથી વેપાર ખાધ, વધુ વધવાની શંકા:

ચીન સહિત આ દેશોથી ભારતની આયાત પહેલાથી વધારે છે. જ્યારે નિકાસ ખૂબ જ ઓછી છે. તેથી એવી શંકા દાખવામાં આવી રહી છે કે આ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ચીનથી આયાતમાં વધારો થશે અને અન્ય RCEP દેશોના માધ્યમથી સામાનની રી-રૂટિંગ સામેલ થશે. જેથી ભારતના હિતોની સુરક્ષા નહીં થઈ શકે.

2. બેઝ ઇયર પર પણ ભારતને છે વાંધો:

અન્ય દેશ 2014ના આધાર વર્ષને બદલવાના પક્ષમાં નથી. જેથી લેટેસ્ટ વેપાર શુલ્ક રિફ્લેક્ટ થઈ શકે. જોકે ભારતે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

3. સંરક્ષણની કોઈ ગેરંટી નથી:

આયાતમાં પુષ્કળ વધારાને ચેક કરવા માટે સંરક્ષણની કોઈ ગેરંટી નથી. તેથી ઘરેલું હિતોને નુકસાન પહોચશે અને મેક ઇન ઇન્ડિયા પર અસર થશે. ભારતે આ અંગે પોતાના વિચાર અને ચિંતા પહેલાથી જ રજૂ કર્યા હતા. પરંતુ તેનો કોઈ સંતોષજનક ઉકેલ મળ્યો નથી.

4. નોન-ટેરિફ બેરિયર્સ પર ચિંતા:

નોન-ટેરિફ બેરિયર્સ પર કોઈ વિશ્વસનીય પ્રતિબદ્ધતા નથી. ભારતે આયાત ડ્યુટીમાં વધારાની સ્થિતિમાં સુરક્ષાની ગેરંટી માંગી હતી. પર તેના પર પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

5. સેવાઓ પર ધ્યાન નથી:

આ કરારમાં સેવાઓ પર પર્યાપ્ત ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યારે ભારતે આ અંગે ઘણો ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ કહી આ વાત:

જો ભારત RCEP પર હસ્તાક્ષર કરી દે તો ચીન સહિત તમામ બીજા દેશ સસ્તા ભાવે પોતાનો સામાન ભારતમાં વેચવાનું શરૂ કરી દેત અને સૌથી પહેલાં ભારતની નાની કંપનીઓ તેનો શિકાર બનત. ઉલ્લેખનીય છે કે RCEP શિખર સંમેલનમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ભારતના લાંબાગાળાના મુદ્દાઓ અને ચિંતાઓનું સંતોષજનક રીતે સમાધાન પણ રજૂ કરતું નથી.

આ વીડિયો પણ જુઓ: દ્વારકામાં ‘મહા’ વાવજોડા અસર વચ્ચે તંત્ર ગાઢ નિંદ્રામાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન