India Flops Chinese Army In Ladakh Xi Jinping Can Take Big Action To Win : Analyst
  • Home
  • Featured
  • ભારતે ચીની સૈન્યને આપી ધોબી પછાડ, હવે આક્રમક પગલા ભરી શકે છે જિનપિંગ : નિષ્ણાંત

ભારતે ચીની સૈન્યને આપી ધોબી પછાડ, હવે આક્રમક પગલા ભરી શકે છે જિનપિંગ : નિષ્ણાંત

 | 4:51 pm IST

લદ્દાખમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ભયંકર તણાવ પર દુનિયા આખીના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ચીની દાદાગીરી વિરૂદ્ધ જવાબમાં ભારતીય સેનાએ આક્રમક કાર્યવાહી કરીની અમેરિકા સહિત દુનિયાભરના મીડિયામાં પ્રસંશા થઈ રહી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત પત્રિકા ન્યૂઝ વીકમાં ચર્ચિત સ્તંભાકાર ગાર્ડન જી વાંગે કહ્યું હતું કે, ભારતે ચીની સેનાને જોરદાર પછડાટ આપી છે અને હવે શી જીનપિંગનું આગામી પગલુ શું હશે તેના પર સૌકોઈની નજર છે. 

ગાર્ડને કહ્યું હતું કે, ચીન તરફથી ક્રુર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી શકે છે. શી જિનપિંગ પહેલાથી  જ ‘સુધાર’ અભિયાન ચલાવી રહ્યાં છે અને પોતાના વિરોધીઓને સજા આપતા રહ્યાં છે. જોકે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી શી જિનપિંગના ભવિષ્ય પર સંકટના વાદળો છવાયા છે. તેમની છબી પણ દુનિયા આખીમાં ખરડાઈ છે. તેમણે કહ્યું હતું કે, લદ્દાખમાં ઘુષણખોરીની આ યોજના શી જિનપિંગ અને તેમની સેના તરફથી ઘડવામાં આવી હતી પરંતુ તે સદંતર ફ્લોપ રહી હતી.

શી જિનપિંગ સેનામાં વિરોધીઓ પર લેશે એક્શન

તેમણે કહ્યું હતું કે, આ નિષ્ફળતા બાદ હવે શી જિનપિંગ સેનામાં પોતાના વિરોધી પર આકરા પગલા લઈ શકે છે અને તેમના સ્થાને પોતાના સમર્થકો સ્થાન આપશે. સૌથી મહત્વની વાત એ છે કે, ચીનની ત્રણેય સેનાઓના પ્રમુખ શી જિનપિંગ ભારત વિરૂદ્ધ વધુ આક્રમક કાર્યવાહી કરી શકે છે. ગાર્ડને જણાવ્યું હતું કે, જ્યારથી શી જિનપિંગે સત્તા સંભાળી છે ત્યારથી ભારતની સરહદે ચીની સેનાની ઘુષણખોરી વધી છે.

ગાર્ડને એમ પણ કહ્યું હતું કે, ગલવાન હિંસા દરમિયાન ચીનના કમ સે કમ 43 સૈનિકો માર્યા ગયા હતાં અને બંને દેશો વચ્ચે 45 વર્ષનો સૌથી ઘાતક સંઘર્ષ હતો. ગાર્ડને ધડાકો કરતા કહ્યું હતું કે, માર્યા ગયેલા ચીની સૈનિકોની સંખ્યા 60 પણ હોઈ શકે છે. જોકે ચીન આ વાતને ક્યારેય નહીં સ્વિકાર્રે. ભારતે ઉંચાઈવાળા વિસ્તારો પર કબજો જમાવ્યા બાદ ચીનની ફરી એકવાર ફજેતી થઈ છે. જ્યારે ચીની સૈનિકોએ પણ પીછેહટ કરવી પડી છે.

ચીન કરશે ભારત સામે યુદ્ધ? સૌથી મોટો સવાલ

અમેરિકી નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ચીન અનેક પ્રયાસ બાદ પણ ભારતીય સૈનિકોના પગલાનો તોડ નથી શોધી શક્યું. ચીની સેનાએ ભલે લદ્દાખમાં ઘુષણખોરી કરી હોય પણ આ યુદ્ધ માટે તે કેટલી અસરકારક નિવડશે તે જોવાનું રહ્યું. ચીની સેનાએ છેલ્લુ યુદ્ધ 1979માં વિયેતનામ સામે લડ્યું હતું અને તેમા પણ ચીની સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ચીની સૈન્ય હાલના તબક્કે ઘણું પ્રશિક્ષિત છે અને હથિયારોથી પણ સજ્જ છે પરંતુ એટલુ અસરકારક પણ નથી. ભારતીય સૈનિક હવે વધારે આક્રમક બનીને પોતાની સરહદની રક્ષા કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન