ભારતમાં મળી આવતા અલૌકિક શક્તિઓવાળા વૃક્ષ - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • ભારતમાં મળી આવતા અલૌકિક શક્તિઓવાળા વૃક્ષ

ભારતમાં મળી આવતા અલૌકિક શક્તિઓવાળા વૃક્ષ

 | 4:43 am IST

ભારતમાં વ્યાપક રીતે વિભિન્ન ધર્મો અને સંસ્કૃતિઓના મિશ્રણ માટે જાણીતું છે. ભારતને આધ્યાત્મનો દેશ ગણવામાં આવે છે, અને દુનિયાભરથી લોકો આધ્યાત્મની શોધમાં દેશની યાત્રા કરે છે. આ એક એવો દેશ છે. જ્યાં તમને દરેક રાજ્યમાં ધર્મ અને આધ્યાત્મિકતાનો સાર મળશે તથા સાથે જૂના મંદિર અને વાસ્તુશિલ્પ પણ મળશે.

કેટલાક વૃક્ષોને પવિત્ર ગણવામાં આવે છે, જેમાં અલૌકિક શક્તિઓ હોય છે, તથા ક્યારેક તમને દેવી શક્તિઓ સાથે પણ જોડવામાં આવે છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન વૃક્ષો જેમ કે પીપળો, નાળિયેર, ભાંગ અને ચંદનની પૂજા કરવામાં આવે છે, તથા તેમને હિન્દુ ધર્મમાં ખૂબ સન્માન પ્રાપ્ત છે. આ પવિત્ર વૃક્ષોને ‘કલ્પવૃક્ષ’ કહેવામાં આવે છે. તેમની પૂજા કરવા ઉપરાંત તેના કેટલાક ઔષધીય ગુણ પણ છે.

બીલી વૃક્ષ

બીલી વૃક્ષના પાનને ‘બીલીપત્ર’ કહેવામાં આવે છે, તથા તેનો સંબંધ ભગવાન શિવ સાથે છે, જેમને વિનાશના દેવતા કહેવામાં આવે છે. આ વૃક્ષના પત્તા ભગવાન શિવને ચઢાવવામાં આવે છે. આ ત્રિપત્તિઓ ભગવાનના કાર્યો નિર્માણ, સંરક્ષણ અને વિનાશનું પ્રતીક છે.

પીપળાનું વૃક્ષ

ભગવાન શનિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરુવાર અથવા શનિવારે પીપળાના ઝાડને પાણી પીવડાવો. આ વૃક્ષની ચારે તરફ સાત વાર પવિત્ર દોરો બાંધીને શનિની સાડા સાતીની પરેશાનીઓથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. દોરી વીંટયા બાદ પીપળાના વૃક્ષની પાસે દીવો સળગાવવાનું ભૂલશો નહીં.

વાંસનું ઝાડ

વાંસ(બાંસ)ના વૃક્ષનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે છે. લોકકથા અનુસાર ભગવાન કૃષ્ણની વાંસળી વાંસથી બનેલી હતી. એટલે વાંસનું ઝાડ ભગવાન કૃષ્ણ અને તેમની વાંસળીનું પ્રતીક છે.

ચંદનનું ઝાડ

ચંદનનું ઝાડના ફક્ત પોતાની સુગંધ અને સુંદરતા માટે જાણીતું છે, પરંતુ તેની સાથે કેટલીક શક્તિઓ પણ જોડાયેલી છે. આ વૃક્ષનો સંબંધ દેવી પાર્વતી સાથે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમણે ભગવાન ગણેશનું નિર્માણ ચંદનના લેપ અને પોતાનો પરસેવો મિક્સ કર્યો હતો. એટલે તે ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. ચંદનના લેપનો ઉપયોગ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

ભાંગનું વૃક્ષ

જો તમે ભગવાન શિવ સાથે સંબંધિત કોઇ સ્થાનની યાત્રા કરો છો તો તમે ત્યાં સાધુઓને ભાંગ પીતા જોઇ શકો છો. જોકે ભાંગના વૃક્ષને હકીકતમાં પવિત્ર ગણવામાં આવે છે, કારણ કે તેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ભાંગના પત્તા ચઢાવવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

નાળિયેરનું ઝાડ

ભારતમાં નારિયેળના ઝાડને કાપવાનું અશુભ ગણવામાં આવે છે. નારિયેળના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે, તથા તેને એક પવિત્ર વૃક્ષ પણ માનવામાં આવે છે. તથા કોઇપણ પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, આ વૃક્ષ પણ ભગવાન શિવનું પ્રતીક છે.

[email protected]