India Frontline Healthcare Workers May Be First COVID-19 Vaccine
  • Home
  • Featured
  • કોરોનાની રસી બની તો ભારતમાં સૌથી પહેલો ડોઝ આમને મળશે!

કોરોનાની રસી બની તો ભારતમાં સૌથી પહેલો ડોઝ આમને મળશે!

 | 9:47 am IST

કોરોના વાયરસની રસી ઉપલબ્ધ થયા બાદ સૌથી પહેલાં કોને મળવી જોઇએ? આ વાત પર સરકારની અંદર પણ ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. પરંતુ તેમણે સાથો સાથ ઇશારો ચોક્કસ કરી દીધો કે પ્રાથમિકતા હેલ્થ વર્કર્સને મળી શકે છે. ભૂષણે કહ્યું કે સરકારની બહાર એ વાત પર સહમતિ બની રહી છે કે હેલ્થકેયર વર્કર્સનો દાવો સૌથી વધુ બને છે. તેમણે કહ્યું કે તેના પરથી એ પણ જોવા મળશે કે સમાજ અને દેશ કામના વખાણ કરે છે જે આ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સે કર્યું છે અને તેનાથી હેલ્થવર્કર્સની શોર્ટેજ પણ થશે નહીં.

હેલ્થ વર્કર્સ બાદ કોને મળી શકે છે કે રસી

રસી બન્યા બાદ હેલ્થ વર્કર્સને સૌથી પહેલાં મળે તેના પર સામાન્ય મંતવ્ય બનતું દેખાય છે. પરંતુ હેલ્થ સેક્રેટરીએ કહ્યું કે કોઇ પ્રાયોરિટી લિસ્ટ બન્યું નથી. પરંતુ જો આવું કોઇ લિસ્ટ બને છે તો બીજો નંબર કોનો હશે? આ પ્રશ્નના જવાબ પર ભૂષણે કહ્યું કે વૃદ્ધ, અન્ય બીમારીઓથી ગ્રસ્ત અને એવા લોકો જેમને ના કોઇ બીજી બીમારી છે અને ના તો વૃદ્ધ છે પરંતુ તેમની સામાજિક-આર્થિક સ્થિતિ ઠીક છે એવા લોકો હોઇ શકે છે. તેમણે કહ્યું કે દેશના નીતિ-નિયંતા આ બધા પ્રશ્નો પર વિચાર કરી રહ્યા છે.

WHOની પણ આ ફોર્મ્યુલા

આખી દુનિયાને કોરોના વેક્સીન સૌથી પહેલાં જોઇએ છે. ગ્લોબલ લેવલ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેના માટે કોઓર્ડિનેટ કરી રહ્યા છે. WHOના રીજનલ ડાયરેકટર ડૉ.પૂનમ ખેત્રપાલ સિંહના મતે એક વખત કોવિડ-19 વેકસીન બની જાય તો આખી માનવ જાતને મળવી જોઇએ. તેમણે કહ્યું કે WHO એ માનીને ચાલી રહ્યું છે કે વેક્સીનની શરૂઆતનો ડોઝ તમામ દેશોમાં પહોંચાડાશે જેથી કરીને હેલ્થવર્કર્સને ઇમ્યુનાઇઝ કરી શકાય. તેમણે કહ્યું કે વેક્સીન ઝડપથી અને સરખાભાગે બધાને મળી શકે તેના માટે WHOએ એક્સેસ ટૂ કોવિડ-19 ટુલ (ACT) એક્સીલેટર લોન્ચ કર્યું છે.

પીએમ મોદી ખુદ મોનિટર કરી રહ્યા છે પ્રોગ્રેસ

જો કે ડૉ.સિંહે એ એમ પણ કહ્યું કે એવી કોઇ યાદી અપ્રૂવ થઇ નથી કે રસી કોને પહેલાં અપાશે પરંતુ આ યાદીમાં બીજા નંબર પર હાઇ રિસ્કવાળા દર્દી હશે. ત્યારબાદ રસી કોને અપાશે તે દેસની વસતી પર ખતરાના હિસાબથી નક્કી થઇ શકે છે. ભારતમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સના ચીફ ડૉ.વીકે પૉલના મતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ દેશમાં કોવિડ-19 વેક્સીન ડેવલપમેન્ટમાં રસ લઇ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના મુદ્દે દિલ્હીમાં બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન