India Gave 4th Strong Session To Pakistan In 4 Year
  • Home
  • Featured
  • 4 વર્ષમાં ભારતે ત્રીજીવાર પાક.ને ચખાડ્યો ‘સ્ટ્રાઇક’નો સ્વાદ, આ વખતે તોપોથી લીધો બદલો

4 વર્ષમાં ભારતે ત્રીજીવાર પાક.ને ચખાડ્યો ‘સ્ટ્રાઇક’નો સ્વાદ, આ વખતે તોપોથી લીધો બદલો

 | 6:36 pm IST

પાકિસ્તાની સેનાએ શનિવારનાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનાં ઇરાદે જ્યારે ફાયરિંગ શરૂ કરી તો તેને ભાગ્યે જ એ વાતનો અંદાજો હશે કે ભારત તરફથી તેને આવો જડબાતોડ જવાબ મળશે. પાકિસ્તાનની એક હરકત પર ભારતીય સેનાએ તોપોનું મોઢું એલઓસીની એ તરફ ફેરવ્યું અને લગભગ 2 ડઝન આતંકવાદીઓ સહિત 5 પાકિસ્તાની સૈનિકોને ઢેર કરી દીધા.

4 વર્ષમાં પાકિસ્તાનની 3 મોટી હરકતો પર ભારતે પાઠ ભણાવ્યો

2016માં ઉરી આતંકવાદી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક, ફેબ્રુઆરી 2019માં પુલવામા અટેક બાદ એર સ્ટ્રાઇક અને હવે તોપોથી હુમલો બોલીને ભારતે ત્રીજીવાર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. છેલ્લા 4 વર્ષમાં પાકિસ્તાનની 4 મોટી હરકતો પર ભારતે તેને પાઠ ભણાવવાની કાર્યવાહી કરી છે. આ સીમા પાર આતંકવાદની સામે ભારતનાં બદલાયેલા વલણને દર્શાવે છે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનનાં પ્રોપગેંડાને દુનિયાભરમાં ભાવ ના મળ્યા બાદ ભારતીય વિદેશ નીતિનું રાજદ્વારી અને રણનીતિ સ્તર પર વધારે આક્રમક થવું સ્વાભાવિક જ છે.

પાકિસ્તાને સ્વીકારી નુકસાન થયાની વાત

પાકિસ્તાન પર ભારતીય સેનાની ત્રીજી સ્ટ્રાઇક કેટલી ખતરનાક હતી કે પહેલીવાર પાકિસ્તાને નુકસાનની વાત સ્વીકારી છે. આ પહેલા પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઇક અને પછી એર સ્ટ્રાઇકમાં આતંકવાદી કેમ્પો અથવા પોતાની સેનાને નુકસાનની વાત ફગાવી હતી. પાકિસ્તાની સેનાએ ખુદ સ્વીકાર્યું છે કે ભારતીય કાર્યવાહીમાં તેના 1 સૈનિકનું મોત થયું છે. જો કે ભારતીય સેનાએ 5 પાકિસ્તાની સૈનિકો ઠાર થયા હોવાની વાત કહી છે.

સર્જિકલ સ્ટ્રાઇકથી આપ્યો જવાબ

પરંપરાગત યુદ્ધથી અલગ પહેલીવાર હતુ, જ્યારે ભારતીય સેનાએ સીમા પાર કરીને આતંકવાદી હુમલાનો જવાબ 29 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરીને આપ્યો હતો. પાકિસ્તાન માટે આ ભારતનાં બદલાયેલા વલણનો સંકેત હતો, પરંતુ આતંકવાદ પર તેનું સમર્થન ચાલું રહ્યું અને તેના કારણે જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલો થયો.

એર સ્ટ્રાઇકનો ચખાડ્યો સ્વાદ

આ હુમલામાં 40 CRPF જવાનોનાં મોત થતા ભારતમાં દુ:ખ અને ગુસ્સાનો માહોલ હતો. આવામાં એકવાર ફરી ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપતા પીઓકેનાં બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાઓને તબાહ કર્યા હતા. હવે આ ત્રીજીવાર છે જ્યારે ભારતે પાકિસ્તાનની હરકતનો જોરદાર જવાબ આપ્યો છે.

આ વિડીયો પણ જુઓ: ઇસ્ટર્ન એર કમાન્ડની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન