India given votes in favor of Israel in United Nations
  • Home
  • Featured
  • ઈઝરાયલ સાથે ભારતે નિભાવી મિત્રતા, UNમાં ભર્યુ ઐતિહાસિક પગલું

ઈઝરાયલ સાથે ભારતે નિભાવી મિત્રતા, UNમાં ભર્યુ ઐતિહાસિક પગલું

 | 8:49 pm IST

આ વખતે સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. પોતાના પોલીસી વિરુદ્ધ જઈ ભારતે આ વખતે આર્થિક અને સામાજિક પરિષદ(ECOSOC)માં ઇઝરાયલના પક્ષમાં મતદાન કર્યું છે. આ વોટિંગ સંયુક્ત રાષ્ટ્રમાં ફિલસ્તીનના માનવાધિકાર સંગઠન ‘શહીદ’ને સુપરવાઇઝરનો દરજ્જો અપાવવા માટે થઈ હતી.

આપને જણાવી દઈએ કે ગત 6 જૂને થયેલ મતદાનમાં ઇઝરાયલના તરફેણમાં ભારત સિવાય, અમેરિકા, ફ્રાંસ, જર્મની, જાપાન, બ્રિટેન, દક્ષિણ કોરિયા અને કેનેડાએ વોટિંગ કર્યું હતું. જ્યારે ચીન, રશિયા, સાઉદી અરેબિયા, પાકિસ્તાન સહિત કેટલાક દેશોએ ફિલસ્તીનની સંસ્થાના પક્ષમાં વોટ કર્યો હતો. સૂત્રો મુજબ શહીદને સંયુક્ત રાષ્ટ્રમાં સુપરવાઇઝરનો દરજ્જાનો પ્રસ્તાવ 28-14ના ગુણોત્તરથી નામંજૂર થયો.

જોકે આ પહેલીવાર છે જ્યારે ભારતે બે દાયકા જૂના સિદ્ધાંત વિરુદ્ધ વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી ભારત ઇઝરાયલ અને ફિલસ્તીન બન્નેને અલગ અને સ્વતંત્ર દેશો તરીકે જોતો હતો. આ પહેલા ભારતનું વલણ પશ્ચિમ એશિયામાં શાંતિની કોશિશ માટે હતું. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં બદલતી પરિસ્થિતિઓમાં ભારતે ઇઝરાયલના પક્ષમાં વોટિંગ કરવાનો નિર્ણય કર્યો. જોકે પક્ષમાં વોટિંગ કરવા બદલ ઇઝરાયલે ભારતનો આભાર માન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન