ભારતે ઈઝરાયેલ સાથે 50 કરોડ ડૉલરનો સંરક્ષણ સોદો રદ્દ કર્યો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતે ઈઝરાયેલ સાથે 50 કરોડ ડૉલરનો સંરક્ષણ સોદો રદ્દ કર્યો

ભારતે ઈઝરાયેલ સાથે 50 કરોડ ડૉલરનો સંરક્ષણ સોદો રદ્દ કર્યો

 | 6:43 pm IST

ભારતે ઈઝરાયેલ સાથે 50 કરોડ ડૉલરના એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલ ‘સ્પાઈક’ સંબંધીય સોદો રદ્દ કરી દીધો છે. ઈઝરાયેલની એક ટોચની હથિયાર ઉત્પાદક કંપનીએ આસ બાબતની સ્પષ્ટતા કરી છે અને વડાપ્રધાન બેંઝામિન નેતાન્યાહૂની ભારત યાત્રા પહેલા જ નવી દિલ્હી તરફથી લેવામાં આવેલા આ નિર્ણયને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો.

રાફેલ એડવાંસ ડિફેંસ સિસ્ટમ્સ લિમિટેડના પ્રવક્તા ઈશાઈ ડેવિડે કહ્યું હતું કે, રાફેલને ભારતીય રક્ષા મંત્રાલય તરફથી સત્તાવાર સૂચના મળી છે કે તે સ્પાઈકની ડીલ રદ્દ કરી રહ્યાં છે. સ્પાઈકનો ઉપયોગ દુનિયાના 26 દેશો કરી રહ્યાં છે. ભારતે રક્ષા ખરીદના નિયમોમાં ખરા ઉતરેલા અને લાંબી તથા જટિલ પ્રક્રિયા બાદ તેની પસંદગી કરી હતી. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટ નક્કી કર્યા પહેલા જ તેને રદ્દ કરી દેવામાં આવ્યો છે, જ્યારે રાફેલ તમામ જરૂરિયાતોમાં બંધ બેસતું હતું.

ભારત ઈઝરાયેલ પાસેથી છેલ્લા ઘણાં વર્ષોથી હથિયારોની ખરીદી કરતું આવ્યું છે. 1999ના પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધમાં પણ ઈઝરાયેલા અધ્યતન લેઝર ગાઈડેડ બોમ્બએ ભારત માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી. પરંતુ ભારતે તાજેતરમાં જ ઈઝરાયેલ સાથે 50 કરોડ ડૉલરનો સોદો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. તે પણ એવા સમયે જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન ભારત આવી રહ્યાં છે. આ બાબતે રાફેલ એડવાંસ ડિફેંસ સિસ્ટમ્સ લિમિટેડએ જણાવ્યું હતું કે, રાફેલ આ નિર્ણયને લઈને નિરાશ છે અને તે ભારતીય સંરક્ષણ મંત્રાલય સાથે સહયોગ કરવા તથા ભારત સાથે કામ કરવાની પોતાની રણનીતિને પ્રતિબદ્ધ છે. તે છેલ્લા બે દાયકાથેહે ભારતને સૌથી ઉત્તમ અને અધ્યતન ટેક્નોલોજી પુરૂ પાડતી આવ્યું છે. જોકે કંપનીએ આ સોદો રદ્દ થવા પાછળનું કારણ જણાવ્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેંઝામિન નેતાન્યાહૂ 14 જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ આ મુદ્દો ભારત સમક્ષ ઉઠાવશે. રાફેલના સીઈઓ પણ નેતાન્યાહૂ સાથે ભારતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. કંપનીએ તાજેતરમાં જ હૈદરાબાદમાં પોતાની એક શાખા શરૂ કરી હતી, જ્યાં આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવનાર હતાં. કંપનીના સૂત્રોનું કહેવું છે કે, ભારતીય ભાગીદારો સાથે અન્ય રાફેલ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવ્યો છે. મૂળ પ્રસ્તાવ અનુંસાર ભારતે સેના માટે 50 કરોડ ડૉલરની કિંમતે એટીજીએમ ખરીદવાની યોજના બનાવી હતી.