India has immense potential for growth, the next decade is India: Bill Gates
  • Home
  • Business
  • ભારતમાં વિકાસની અપાર સંભાવના, હવે પછીનો દાયકો ભારતનો છે: બિલ ગેટ્સ

ભારતમાં વિકાસની અપાર સંભાવના, હવે પછીનો દાયકો ભારતનો છે: બિલ ગેટ્સ

 | 7:58 pm IST

માઇક્રોસોફ્ટના સહ -સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું છે કે ભારત આવનારા દાયકામાં ઝડપથી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. તેને કારણે લોકોને મોટી સંખ્યામાં ગરીબીની બહાર કાઢવામાં મદદ મળશે અને સરકારને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ રોકાણ કરવાની તક મળશે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગેટ્સે એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં દેશમાં આધાર કાર્ડની વ્યવસ્થાની પ્રશંસા પણ કરી હતી.

બિલ ગેટ્સ હાલમાં ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન ભારતમાં તેમના ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલા કામોની તેઓ સમીક્ષા કરશે. એશિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર એવું ભારત હાલમાં મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યું છે તેવા સમયે બિલ ગેટ્સે આશાઓ વધારતી વાત કરી છે. કેટલાક તજજ્ઞો પણ મંદીની આવી સ્થિતી લાંબો સમય ચાલવા સામે શંકા જાહેર કરી રહ્યા છે. ગેટ્સે કહ્યું હતું કે આગામી દાયકામાં ભારત ખુબ ઝડપથી વૃદ્ધિ પામે તેવી સંભાવના છે. મોટી સંખ્યામાં લોકો ગરીબીમાંથી બહાર આવશે.

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટીને પાંચ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. વીતેલા છ વર્ષમાં આ સૌથી નીચો વૃદ્દિદર નોંધાયો હતો.

નંદન નીલેકણિની પ્રશંસા
બિલ ગેટ્સે આધાર ઓળખ સિસ્ટમ અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ મારફતે ચુકવણી માટે થયેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે,’ આપણે નંદન નીલેકણિ જેવા લોકો સાથે ભાગીદારીની દિશામાં વિચારવું જોઇએ. અન્ય દેશોએ પણ ડિજિટલ ઓળખ સિસ્ટમ અને નાણાકીય સેવા સિસ્ટમનો અમલ કઇ રીતે કરવો તે ભારત પાસેથી શીખવું જોઇએ.

વિશ્વની સૌથી અમીર વ્યક્તિ છે બિલ ગેટ્સ
માઇક્રો સોફ્ટના સહ -સંસ્થાપક બિલ ગેટ્સ શુક્રવારે ફરી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની રહ્યા હતા. તેમની નેટ મૂડી ૧૧૦ અબજ ડોલર થઇ ગઇ હતી. શુક્રવારે બિલ ગેટ્સે એમેઝોન ઇંકના વડા જેફ બેજોસને પાછળ રાખી દઇને ફરી પ્રથમ સ્થાન મેળવી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન