ભારતમાં 86.3 ટકા 4G ઈન્ટરનેટ કવરેજ છતાં આ મામલે છે પાછળ... - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ભારતમાં 86.3 ટકા 4G ઈન્ટરનેટ કવરેજ છતાં આ મામલે છે પાછળ…

ભારતમાં 86.3 ટકા 4G ઈન્ટરનેટ કવરેજ છતાં આ મામલે છે પાછળ…

 | 5:42 pm IST

હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં 4G ઈન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે અને ભારતની ગણના 4G ઈન્ટરનેટ કવરેજ બાબતે વિશ્વના ટોપ દેશોમાં થાય છે. ઓપનસિગ્નલના હાલના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં અત્યારે 86.3 ટકા 4G ઈન્ટરનેટ કવરેજ છે, જેના કારણે કવરેજ બાબતે તેની ગણતરી ટૉપ દેશોમાં થાય છે. પરંતુ સ્પીડ બાબતે ભારતની સ્થિતિ 88 દેશોમાં ઘણી જ ખરાબ છે.

આ રિપોર્ટમાં જણાવવાયું છે કે, 2017 ભારતમાં 4G ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ 6.07 Mbps રહી છે. ભારત આ બાબતે પોતાના પાડોશી દેશથી પણ પાછળ છે. પાકિસ્તાનમાં 4Gની સરેરાશ સ્પીડ 13.56 Mbps છે અને શ્રીલંકામાં 13.95 Mbps છે.

આખી દુનિયામાં 4G ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ ભારતની સ્પીડ કરતાં અનેક ગણી વધારે છે. દુનિયાભરમાં અત્યારે 4G ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ 16.9 Mbps છે. પરંતુ આમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં કોઈ પણ દેશ 50 Mbpsની સરેરાશ 4G સ્પીડ સુધી નથી પહોચી શક્યો.

ઓપન સિગ્નલના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 4G ઈન્ટરનેટ સ્પીડ બાબતે અત્યારે સૌથી ઉપર સિંગાપોર 44.31 Mbps સાથે ટોપ પર છે. હાલમાં ટોપ 5 દેશોમાં સિંગાપોર પછી નીધરલેન્ડ્સ, નોર્વે, સાઉથ કોરિયા અને હંગરી છે. આખી દુનિયામાં 30 દેશ એવા છે જેમાં 80 ટકાથી વધારે ઈન્ટરનેટ કવરેજ છે. તાજેતરમાં આ લિસ્ટમાં થાઈલેન્ડ, બેલ્જિયમ, લાટવિયા, ફિનલેન્ડ, ઉરુગ્વે, ડેનમાર્ક જેવા દેશ શામેલ થયા છે.