વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા સ્થાને, જાણો દેશના સૌથી મોટા ધનકુબેર - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા સ્થાને, જાણો દેશના સૌથી મોટા ધનકુબેર

વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા સ્થાને, જાણો દેશના સૌથી મોટા ધનકુબેર

 | 5:57 pm IST

વિશ્વમાં અબજોપતિઓની કુલ સંખ્યામાં ભારત પ્રથમવાર ત્રીજા સ્થાને બિરાજ્યું છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં ભારતે જર્મનીને પાછળ પાડ્યું છે. વિશ્વમાં સૌથી વધારે અબજોપતિ અમેરિકામાં છે. ત્યારપછી ચીન બીજા ક્રમે છે.

ફોર્બ્સની યાદી પ્રમાણે ભારતમાં આ વર્ષે 19 નવા અબજોપતિનો વધારો થયો છે અને કુલ અબજોપતિઓની સંખ્યા વધી 121 થઈ છે. ગયા વર્ષે આ સંખ્યા 102 હતી. ફોર્બ્સે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ ગયા વર્ષની સરખામણીએ 40.1 અબજ ડોલર (રૂ. 2.60 લાખ કરોડ) વધી છે. જોકે વિશ્વમાં તેમનો ક્રમ 19મો છે.

2017ની આ યાદીમાં મુકેશ અંબાણી 23.2 અબજ ડોલરની સંપત્તિ સાથે 33માં સ્થાને હતાં. આ રીતે મુકેશ અંબાણીએ એક જ વર્ષમાં 13 ક્રમનો જમ્પ લગાવ્યો છે.

ફોર્બ્સની યાદી મુજબ જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના સાવિત્રી જિંદાલ ભારતના સૌથી ધનિક મહિલા છે. જ્યારે વૈશ્વિક યાદીમાં તેઓ 8.8 અબજ સાથે 176માં ક્રમે છે. પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા 1.7 અબજ ડોલર સાથે વૈશ્વિક યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર સૌથી નાની વયના ભારતીય છે.