India highest recipient remittances USD Billion 2018 World Bank
  • Home
  • Featured
  • ભારતીયો તો જબરા ચાલાક, દુનિયામાંથી ઉઝડીને ભારતમાં કરે છે ધનના ઢગલા

ભારતીયો તો જબરા ચાલાક, દુનિયામાંથી ઉઝડીને ભારતમાં કરે છે ધનના ઢગલા

 | 2:22 pm IST

દુનિયામાં પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં પૈસા મોકલવામાં ભારતીયો સૌથી મોખરે છે. વર્ષ 2018માં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતમાં કુલ 79 અબજ ડોલર એટલે કે લગભગ 5,50,000 કરોડ રૂપિયા મોકલ્યા છે. વર્લ્ડ બેંકની માઈગ્રેશન એંડ ડેવલપમેન્ટ બ્રીએફમાં આ જાણકારી આપવામાં આવી છે.

ભારત બાદ દુનિયામાં આ મામલે બીજું સ્થાન ચીનનું છે. જ્યાં પ્રવાસીઓએ 67 અબજ ડૉલર પોતાના દેશમાં મોકલી છે. આ મામલે મૈક્સિકો (36 અબજ ડૉલર), ફિલિપાઈન્સ (34 અબજ ડૉલર) અને મિશ્ર (29 અબજ ડૉલર)નો નંબર આવે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સતત પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતા નાણાં (રેમિટેંસ)માં ઘણો સારા પ્રમાણમાં રહ્યો છે. વર્ષ 2016માં ભારતીયોએ 62.7 અબજ ડોલર તો વર્ષ 2017માં 65.3 અબજ ડૉલર રકમ મોકલવામાં આવ્યા. વર્લ્ડ બેંકમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 2018માં આવનારા રેમિટેંસમાં 14 ટકાનો વધારો થયો છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, કેરળમાં આવેલા વિનાશક પૂરમાં મદદ માટે પ્રવાસીઓએ પોતાના પરિવારોને મદદ મોકલી આપી હતી.

અહેવાલ અનુંસાર ઓછા અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વર્ષ 2018માં આવનારૂ રેમિટેંસ વિક્રમી ઉંચાઈએ 529 અબજ ડૉલરે પહોંચી ગયું છે. આ વર્ષ 2017ના 483 અબજ ડૉલરની સરખામણીએ 9.6 ટકા વધારે છે. વર્ષ 2018માં દુનિયાભરના રેમિટેંસની વાત કરવામાં આવે તો 689 અબજ ડૉલર પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં મોકલવામાં આવ્યા છે. દક્ષિણ એશિયાના દેશોની સરખામણીએ મોકલવામાં આવતા નાણામાં 12 ટકાનો વધારો થયો છે અને તે 131 અબજ ડોલરે પહોંચી ગયો. વર્ષ 2017માં તેમાં માત્ર 6 ટકાનો વધારો થયો હતો.

વર્લ્ડ બેંકના અહેવાલમાં કહેવામાં આવ્યો છે કે, રેમિટેંસમાં આ વધારો અમેરિકાની આર્થિક સ્થિતિ સુધારવા અને ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારાના કારણે થયો છે. ક્રુડ ઓઈલની કિંમત વધતા ગલ્ફ કોઓપરેશન કૌશલના અનેક દેશોમાંથી બહાર મોકલવામાં આવનારા નાણાની સકારાત્મક અસર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન