Australian fan chants ‘Bharat Mata Ki Jai’ in Brisbane video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટીમ ઇન્ડિયાની જીત બાદ ગ્રાઉન્ડ પર જ ઓસ્ટ્રેલિયન ફેને કહ્યું – ‘ભારત માતા કી જય’, વીડિયો વાયરલ

ટીમ ઇન્ડિયાની જીત બાદ ગ્રાઉન્ડ પર જ ઓસ્ટ્રેલિયન ફેને કહ્યું – ‘ભારત માતા કી જય’, વીડિયો વાયરલ

 | 11:31 am IST
  • Share

ભારતે તેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા (Ind Vs Aus) ને 2-1થી હરાવીને ઇતિહાસ રચ્યો. સિરીઝની શરૂઆત પહેલા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ આગાહી કરી હતી કે ભારત આ શ્રેણી ખરાબ રીતે ગુમાવશે. પરંતુ ટીમ ઈન્ડિયાની યંગ ગન્સ આ સિરીઝને તેમના હાથમાં લઇ લીધી હતી. વિજય બાદ ભારતમાં (India)ઉત્સાહનું વાતાવરણ છે. લોકો ટીમ ઈન્ડિયાને વિવિધ રીતે વિજય માટે અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ઓસ્ટ્રેલિયન ફેન ભારત માતાની જય (Bharat mata ki jay) બોલાવી રહ્યો છે. સાથે જ તે વંદે માતરમ (Vande mataram)પણ કહી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ભારતીય ચાહકો સ્ટેડિયમમાં જીત બાદ ઉજવણી કરી રહ્યા હતા. ત્યારબાદ એક ઓસ્ટ્રેલિયન ફેન સ્ટેન્ડ્સ પરથી નારા લગાવ્યા, ‘ભારત માતાકી…’ તે પછી ચાહકોએ ‘જય’ ના નારા લગાવ્યા. તે પછી, વિદેશી ચાહકોએ ‘વંદે’ ના નારા લગાવ્યા અને ભારતીય ચાહકોએ ‘માતરમ’ કહ્યું. આ વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ પસંદ આવી રહી છે.

વીડિયો શેર કરતી વખતે આઇપીએસએ કેપ્શનમાં લખ્યું હતું કે, #India वाले हैं, खेल के साथ दिल भी जीतेंगे!Smiling face with sunglasses Feel the Goosebumps. Some heart warming moments in Australia after #IndVsAus match.

બ્રિસ્બેન ટેસ્ટની ચોથી ઇનિંગમાં ભારત પાસે 328 રનનો લક્ષ્યાંક હતો, જે ઓસ્ટ્રેલિયાના આકરા આક્રમણ માટે મુશ્કેલ માનવામાં આવતું હતું. પરંતુ શુબ્મન ગિલ, ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતની શાનદાર અડધી સદીની ઇનિંગ્સને કારણે ટીમે છ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.
શુભમન ગિલે 91, ઋષભ પંતે અણનમ 89 અને ચેતેશ્વર પૂજારાએ 56 રન બનાવ્યા. સિરાજ, શાર્દુલ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલ અને નટરાજન જેવા નવા ખેલાડીઓ પણ વિજયમાં ચમક્યા. ઓસ્ટ્રેલિયાની ગાબા મેદાન પર છેલ્લા 32 વર્ષમાં આ પહેલી હાર છે, જ્યારે ભારતે અહીં પહેલો વિજય નોંધાવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા પૂર્વ ખેલાડીઓએ ભારતની આ જીત બદલ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ભારતના ક્રિકેટ બોર્ડે ટીમને જીત પર પાંચ કરોડ રૂપિયાના બોનસની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન