India-Hong Kong will get Asian one-day official ODI status
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-હોંગકોંગને એશિયા કપમાં મળશે સત્તાવાર વન-ડેનો દરજ્જો

ભારત-હોંગકોંગને એશિયા કપમાં મળશે સત્તાવાર વન-ડેનો દરજ્જો

 | 11:07 am IST

બીસીસીઆઈ અધિકારીના મતે આઈસીસીએ ૧૫ સપ્ટેમ્બરથી શરૃ થઈ રહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનના હોંગકોંગ સામેના મુકાબલાને વન-ડે મેચનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

હોંગકોંગ આઈસીસીનો એસોસિયેટ સભ્ય છે જેને હજુ વન-ડેની માન્યતા મળી નથી પરંતુ તાજેતરમાં વન-ડેનો દરજ્જો મેળવનાર નેપાળને પરાજય આપી એશિયા કપમાં પ્રવેશ મેળવ્યો છે. બીસીસીઆઈના અધિકારીના મતે આઈસીસીએ અમારી માગ માની લીધી છે જેને કારણે ભારત-હોંગકોંગ અને પાકિસ્તાન-હોંગકોગ મેચને વન-ડેનો દરજ્જો આપ્યો છે.

બીસીસીઆઈએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) સાથે મળી આઈસીસી બોર્ડને હોંગકોંગની મેચને વન-ડેનો દરજ્જો આપવા માગ કરી હતી. હોંગકોગ, ભારત અને પાકિસ્તાન સાથે એક ગ્રૂપમાં છે જ્યારે બીજા ગ્રૂપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે. હોંગકોંગ ૧૬ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે જ્યારે ૧૮ સપ્ટેમ્બરે ભારત સામે મુકાબલો થશે.