India Hurts China With Economic And Diplomatic Strong Decisions To Step Back From Galwanc
  • Home
  • Featured
  • આક્રમકતા…તૈયારી…કૂટનીતિ… PM મોદીએ આ રીતે ચીનને રાતોરાત પાડી દીધું ઘુંટણીયે

આક્રમકતા…તૈયારી…કૂટનીતિ… PM મોદીએ આ રીતે ચીનને રાતોરાત પાડી દીધું ઘુંટણીયે

 | 7:24 pm IST

ગલવાન ખીણમાં આખરે ચીનને પીછેહટ કરવી જ પડી છે. ભારતે કુટનૈતિક રીતે ચીનને બરાબરનો પાઠ ભણાવ્યો છે. ભારતની આક્રમકતા અને શાનદાર કુટનૈતિક પગલા બાદ ચીને પોતાના સૈનિઓને ગલવાન ખીણમાંથી 1.5 કિલોમીટર પાછળ ખસેડી લીધા છે. ચીન ભારતને માત્ર વાતચીતમાં વ્યસ્ત રાખીને સમય જ વેડફવા માંગતું હતું અને પોતાની સ્થિતિ વધારે મજબુત કરવા ધારતુ હતું પણ ભારતે ડ્રેગનની દુખતી નસ પર હાથ મુકતા જ ચીને સીધુ દોર થઈ ગયું હતું.

ભારતે માત્ર આર્થિક રીતે જ નહીં પણ કોરોના વાયરસના કારણે બદનામ ચીનને સણસણતો કૂટનૈતિક જવાબ પણ આપ્યો હતો. ભારતની આ આક્રમકતાનું એ પરિણામ આવ્યું કે, ચીનમાં શી જિનપિંગની ખુરસી પણ ડોલવા લાગી. આ સ્થિતિમાં પોતાની નાપાક હરકતને લઈ પીછેહટ કરવા સિવાય તેની પાસે કોઈ જ વિકલ્પ નહોતો.

કમાંડર સ્તરની વાતચીત પર ભારત મક્કમ

ચીન સાથે ભારતે અનેકવાર કમાંડર સ્તરની વાતચીત કરી પણ ચીન માનવા તૈયાર નહોતુ. જોકે ભારત પણ પોતાની વાત પર અડગ રહ્યું અને કોઈ પણ પ્રકારની સમજુતિ કરવા તૈયાર નહોતુ. આમ પોતાના બદઈરાદાઓ પાર પડતા ના દેખતા આખરે ચીન ઝુકી ગયુ હતું.

વાતચીતની આડમાં મજબુત સ્થિતિમાં આવવા માંગતુ હતુ ચીન

સૂત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર વાતચીતનો દેખાડો કરી ચીન સમય વેડફવા માંગતુ હતું. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય રહી ચુકેલા પ્રોફેસર બ્રમ્હ ચેલાનીએ કહ્યું હતું કે, ચીન સરળતાથી પીછેહટ નહીં કરે. પરંતુ અક્કડ ચીનને ભારત તરફથી જોરદાર ફટકો પડ્યો છે. કુટનૈતિક જવાબની સાથો સાથ ભાર્તે આર્થિક સંકટનો સામનો કરી રહેલા ચીનની દુખતી નસ પર પણ હાથ મુકી દીધો હતો.

59 એપ પરના પ્રતિબંધથી થયેલા નુંકશાનથી ચીન અકળાયુ હતું

ભારત સરકારે ચીનની 59 મોબાઈલ એપને પ્રતિબંધિત કરી દીધી હતી જેને લઈને ચીનની અકળામણ છતી થઈ ગઈ હતી. ચીનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ એપ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે પન ભારત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીન ભારતમાં આ એપ દ્વારા અબજો ડોલરની કમાણી કરી રહ્યું હતું. હાલ ચીન ભારે આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યું છે અને ત્યારે જ તેની કમાણીનો એક મોટો હિસ્સો બંધ થઈ જવાથી ચીનને જોરદાર ઝાટકો લાગવો સ્વાભાવિક છે.

વૈશ્વિક કૂટનીતિમાં પણ ભારત નિકળ્યું વધારે પાવરધુ

કોરોના સંકટકાળ દરમિયાન ચીનની છબી આમેય ભયંકર હદે ખરડાઈ છે. તેવી જ રીતે અમેરિકા સાથે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધના કારણે ચીન પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. તે દરમિયાન કોરોના વાયરસે તેને વધારે નબળુ બનાવી દીધું. આ સ્થિતિ વચ્ચે ચીને ભારત સામે બાથ ભીડી પણ ગલવાન ખીણ મામલે અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈંગ્લેન્ડ સહિતના દુનિયાના શક્તિશાળી દેશો ભારતની પડખે આવ્યા. જ્યારે ચીનના પશ્ચિમના દેશો સાથે સંબંધો વધારે કડવાશભર્યા બન્યા. સમુદ્રી નિયમોના ઉલ્લંઘન બદલ જાપાન અને અન્ય પૂર્વી દેશો પણ ચીન વિરૂદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા. આમ ચીન દરેક તબક્કે નબળુ પડ્યું અને ડરના માર્યા તેને ભારત સાથે વિવાદને લઈને પોતાના હાથ પાછા ખેંચી લીધા.

પીએમ મોદીએ પણ આપ્યો હતો આકરો સંદેશ

ચીનની દરેક હરકતનો જવાબ આપવા અને સેનાના જવાનોનો જુસ્સો વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લેહ પહોંચ્યા હતાં. અહીં તેમણે પોતાના ભાષણમાં ચીનને આકરો સંદેશ આપી દીધો હતો. પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, ભારત કોઈ પણ સ્તરે સમજુતી નહીં જ કરે. ઈજાગ્રસ્ત જવાનો સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત ના તો ક્યારેય ઝુક્યું છે અને ના તો ક્યારેક ઝુકશે. પીએમ મોદીની આ સરહદી મુલાકાત બાદ ચીન રીતસરનું ઢીલુ પડી ગયું હતું.

આ વીડિયો પણ જુઓ : હવાથી પણ ફેલાય છે કોરોના- વૈજ્ઞાનિકોનો દાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન