ભારતને અપાતી જકાત મુક્તિના લાભ પાછા ખેંચવાનો નિર્ણય યથાવત્ રહેશે : અમેરિકા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભારતને અપાતી જકાત મુક્તિના લાભ પાછા ખેંચવાનો નિર્ણય યથાવત્ રહેશે : અમેરિકા

ભારતને અપાતી જકાત મુક્તિના લાભ પાછા ખેંચવાનો નિર્ણય યથાવત્ રહેશે : અમેરિકા

 | 2:44 am IST
  • Share

વોશિંગ્ટન  :

અમેરિકાએ જણાવ્યું છે કે, ભારતને ડયૂટી ફ્રી ઇમ્પોર્ટ સ્કીમના લાભો મેળવનાર દેશોની યાદીમાંથી બાકાત કરવા માટે માર્ચ મહિનામાં લેવાયેલો નિર્ણય અંતિમ છે. જોકે, અમેરિકાએ એવી પણ શરત મૂકી છે કે ભારત અમેરિકી કંપનીઓ માટે તેના બજારો ખુલ્લા મૂકે તો ભારતને અમેરિકામાં જકાતમુક્ત આયાતોના લાભ આપવા વિચારણા કરી શકાય. ભારતમાં નવી રચાયેલી નરેન્દ્ર મોદી સરકાર સાથેના સંબંધો અંગેના ટ્રમ્પ સરકારના વિઝનનો ચિતાર આપતાં એક વરિષ્ઠ અધિકારીએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે, જો ભારત રશિયન બનાવટની એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની યોજનામાં આગળ વધશે તો તેની સામે તુર્કી પર લેવાયેલાં પગલાં જેવાં જ ગંભીર પગલાં લેવામાં આવી શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતને અપાતા જકાત મુક્તિના લાભો પાછા ખેંચી લેવાનો નિર્ણય આગળ ધપાવવામાં આવશે તેમાં કોઈ શંકા નથી. હવે પછી પ્રમુખ દ્વારા મેમોરેન્ડમ જારી કરાશે. આમ તો ૬૦ દિવસ બાદ મેમોરેન્ડમ જારી કરી દેવાતું હોય છે. ૪ મેના રોજ આ અવધિ સમાપ્ત થઈ ચૂકી છે.  ભવિષ્યમાં ભારત અમેરિકન કંપનીઓ માટે પોતાના બજારો વધુ ખુલ્લા મૂકે તો તેને જીએસપી અંતર્ગત અપાતા લાભ ફરી શરૂ કરી શકાશે. હાલ પૂરતું તો વેપાર મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મંત્રણાઓ શરૂ કરવાની જરૂર છે.

ભારતની અમેરિકા ખાતેની નિકાસો મોંઘી બનશે

અમેરિકાના જીએસપી પ્રોગ્રામનો ભારતને મોટો લાભ મળતો હતો. ૨૦૧૮માં આ પ્રોગ્રામ અંતર્ગત ભારતે ૬.૩ અબજ ડોલરનો સામાન અમેરિકામાં નિકાસ કર્યો હતો. ભારતને અપાતા જકાત મુક્તિના લાભ પાછા ખેંચી લેવાતા ભારતીય સામાન અમેરિકામાં મોંઘો બનશે. અમેરિકી આયાતકારો મોંઘા ભારતીય સામાનના સ્થાને અન્ય દેશો પાસેથી સસ્તો સામાન ખરીદે તેવી સંભાવનાને પગલે ભારતીય નિકાસકારોને મોટું નુકસાન થઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો