ઇન્ટરસેપ્ટરનાં સફળ પરીક્ષણ સાથે ભારતે પાંચ દેશોની ક્લબમાં કરી એન્ટ્રી - Sandesh
  • Home
  • Technology
  • ઇન્ટરસેપ્ટરનાં સફળ પરીક્ષણ સાથે ભારતે પાંચ દેશોની ક્લબમાં કરી એન્ટ્રી

ઇન્ટરસેપ્ટરનાં સફળ પરીક્ષણ સાથે ભારતે પાંચ દેશોની ક્લબમાં કરી એન્ટ્રી

 | 3:52 pm IST

દેશમાં નિર્મિત સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનાં સફળ પરીક્ષણ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે. મોદીએ ગુરુવારે ટ્વિટ કરતા કહ્યું, બેલેસ્ટિક મિસાઇલનાં સફળ પરીક્ષણ માટે શુભકામનાઓ. તેનાથી અમારી ડિફેન્સ કેપેસિટી વધશે. ભારત હવે જેમની પાસે આ તાકાત છે તેવા પાંચ દેશોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે 20 દિવસની અંદર જ ભારતે આ મિસાઇલનું બીજું પરીક્ષણ બુધવારે કર્યું હતું.

એલિટ ક્લબમાં આ દેશો પણ સામેલ
એન્ટિ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ (બીએમડી) સિસ્ટમ ડેવલપ કરનાર ભારત દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે. આ ક્લબમાં અમેરિકા, રશિયા, ચીન અને ઇઝરાયલ સામેલ છે. સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન આપતા કહ્યું, આનાથી ખ્યાલ આવે છે કે દેશની બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ખૂબ જ મજબૂત છે.

ઓડિશાને કિનારે પરીક્ષણ
ડિફેન્સ અધિકારીઓ મુજબ ઓછી ઊંચાઈએ દુશ્મનનાં મિસાઇલને ખતમ કરી નાખતી મિસાઇલનું આ બીજું પરીક્ષણ છે. ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ ફાયરિંગ રેન્જ પરથી બુધવારે સવારે 10.10 વાગ્યે પૃથ્વી મિસાઇલથી ટાર્ગેટ છોડવામાં આવ્યું હતું. તેની ચાર મિનિટમાં જ ઇન્ટરસેપ્ટર મિસાઇલે રડાર પરથી ટાર્ગેટને ડિટેક્ટ કર્યો હતો.

20 દિવસ પહેલાં પરીક્ષણ થયું હતું
11 ફેબ્રુઆરીએ ઇન્ટરસેપ્ટરે ધરતીથી 50 કિમી ઉપર (વધારે ઊંચાઈ) પોતાનાં ટાર્ગેટને હિટ કર્યો હતો. હવે તે ઓછી ઊંચાઈએ પણ સફળ રહી છે. આ પહેલાં 15 મે 2015નાં રોજ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ઓછી ઊંચાઈ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન