...તો શું આ વખતે દિલ ખોલીને બોનસ આપશે કંપનીઓ ! - Sandesh
  • Home
  • Business
  • …તો શું આ વખતે દિલ ખોલીને બોનસ આપશે કંપનીઓ !

…તો શું આ વખતે દિલ ખોલીને બોનસ આપશે કંપનીઓ !

 | 3:23 pm IST

આ વખતે વધારે પડતા સેક્ટરોમાં વેરીએબલ પેઆઉટ કર્મચારીઓને ખુશી આપી શકે છે. માર્ચમાં ખતમ થયેલા નાણા વર્ષ 2018માં કેમિકલ્સ, ઓટોમોટિવ અને ઓટોથી સંકળાયેલા ઉદ્યોગ, કન્સલ્ટિંગ અને અમુક ટેકનોલોજી કંપનીઓ, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેકટરના કર્મચારીઓને નાણા વર્ષ 2017ની તુલનામાં 2018માં વધારે વેરીએબલ પેઆઉટ મળશે.

નાણા વર્ષ 2018માં વધારે પડતા સેક્ટરમાં વેરિએબલ પેઆઉટ 100% રહી શકે છે તો અમુકમાં 100%થી પણ વધારે રહી શકે છે. ગત નાણા વર્ષમાં આ 80% હતું. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ‘મોટી કંપનીઓ માટે નાણા વર્ષ 2017-18માં વેરિએબલ પેઆઉટ 100% જેવું રહી શકે છે. વધુ જાણકારીમાં વધારે સેક્ટર્સમાં સેન્ટીમેન્ટ સારું દેખાઈ રહ્યું છે.

2018માં મળશે 100% વેરિએબલ પે…
ભારતમાં કોર્ન ફેરી ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નવનીત સિંહે જણાવ્યું કે, ‘નાણા વર્ષ 2018માં વધારે કંપનીઓ 100% અથવા તેનાથી વધારે વેરિએબલ પે આપશે, જે ગત નાણા વર્ષમાં 60-70% હતી. એક્સપર્ટનું કહેવું છે કે નોટબંધી અબે GSTના કારણે નાણા વર્ષ 2017માં વેરિએબલ પેઆઉટ ઓછુ રહ્યું છે, પરંતુ 2018માં એવું નહિ થાય.