S-400ની ડીલ પર સમજુતી તો થઈ ગઈ, પણ હવે અહીં બરાબરનો ફસાયો કેસ

ભારત અને રશિયા વચ્ચે છેલ્લા બે દાયકાની સૌથી મોટા હથિયારોના કરાર થયા છે. ભારત અને રશિયા વચ્ચે S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાને લઈને સમજુતી થઈ ગઈ છે. પરંતુ હવે બંને દેશો માટે સૌથી મોટો પડકાર ઉભો થયો છે પૈસાના ટ્રાંસફરને લઈને. રશિયા અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. તેવામાં આ હસ્તાક્ષરને લઈને 5.43 બિલિયન ડૉલરનું ટ્રાંસફર એક પડકાર બની ગયો છે.
કહેવાય છે કે, S-400નુ ઉત્પાદન કરતી કંપની પણ અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહી છે. આ સ્થિતિમાં અમેરિકા ભારતને ભલે છુટ આપી દે, પરંતુ પ્રોડક્શન કરતી કંપની પર લાગેલા પ્રતિબંધના કારણે આર્થિક લેવડ દેવડ માથાનો દુખાવો સાબિત થશે.
ઘણા લાંબા સમયથી પ્રસ્તાવિત ડીલ પર ગઈ કાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગઈ કાલે હસ્તાક્ષર થયા અને બંને રાષ્ટ્રાધ્યક્ષોએ મળીને સંયુક્ત નિવેદન પણ જાહેર કરી દીધું. રશિયા પર અમેરિકી પ્રતિબંધો અને ભારતને અમેરિકાની સતત ચેતવણી બાદ પણ ભારત દ્વારા આ ડીલ પર સમજુતી કરવી ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. S-400 ચીન પાકિસ્તાન બોર્ડર પર સૈન્યની તાકાતમાં વધારો થશે.
ભારત માટે ડીલ એટલા માટે પણ મહત્વપૂર્ણ બની ગઈ હતી કારણ કે ચીને જાન્યુઆરીમાં જ 6 S-400 મિસાઈલ ખરીદી લીધી છે અને તેને તૈનાત પણ કરી દીધી છે. ચીન અને રશિયા વચ્ચે આ ડીલ 2014માં થઈ ગઈ હતી. આ ડીલને લઈને અમેરિકાએ ચીન પર પ્રતિબંધ લગાવ્યા છે, પરંતુ ભારતને આશા છે કે તેને ટ્રમ્પ પ્રશાસન દ્વારા છુટછાટ મળી શકે છે. ભારતને આ મિસાઈલ સિસ્ટમની ડિલિવરી 2020માં મળી જશે તેવી શક્યતા છે. ચીનને આ મિસાઈલની ડિલિવરી મળી ચુકી છે અને તેને ચીન તરફથી ભારતને ખતરો વધી ગયો છે.
ભારત માટે ડીલ એટલા માટે પણ મહત્વપૂર્ણ બની ગઈ હતી કારણ કે ચીને જાન્યુઆરીમાં જ 6 S-400 મિસાઈલ ખરીદી લીધી છે અને તેને તૈનાત પણ કરી દીધી છે. ચીન અને રશિયા વચ્ચે આ ડીલ 2014માં થઈ ગઈ હતી.
આ સ્થિતિમાં લાંબી વાતચીત બાદ જ્યાં એકતરફ ડીલ ફાઈનલ થઈ ગઈ છે, ત્યાં ભારત સામે રશિયાને પૈસા ટ્રાંસફર કરવાને લઈને સૌથી મોટો પડકાર આવીને ઉભો રહી ગયો છે. જાણકારોના કહેવા પ્રમાણે આ સમજુતી પર મંજુરીની મ્હોર વાગી ગયા બાદ ફોરેન સપ્લાયરને પ્રોડક્શન ચાલૂ કરવા માટે 15 ટકા રકમ એડવાંસ આપવામાં આવશે. S-400 મામલે જો વાત કરવામાં આવે તો તેને અલમાઝ નામની કંપની બનાવે છે, જે અમેરિકી પ્રતિબંધોનો સામનો કરી રહી છે. જેના કારણે તેના પર બેંકિંગ લેવડ દેવડનો પ્રતિબંધ છે. આ સ્થિતિમાં ભારતને અમેરિકાની છુટછાટ મળી પણ જાય તો પન પ્રોડક્શન કંપની પર લાગેલો પ્રતિબંધ આ સમજુતીમાં વિધ્નરૂપ સાબિત થશે.