India invites Donald Trump to be Republic Day chief guest in 2019: Report
NIFTY 11,403.65 -31.45  |  SENSEX 37,756.87 +-95.13  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગણતંત્ર દિવસ માટે ભારતે ટ્રમ્પને પાઠવ્યું આમંત્રણ, આવશે કે નહીં તેને લઇ સસ્પેન્સ

ગણતંત્ર દિવસ માટે ભારતે ટ્રમ્પને પાઠવ્યું આમંત્રણ, આવશે કે નહીં તેને લઇ સસ્પેન્સ

 | 10:38 am IST

આવનારા ગણતંત્ર દિવસની પરેડ માટે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને આમંત્રણ મોકલ્યાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. જો અમેરિકન રાષ્ટ્રપતિ ભારતનું આ આમંત્રણ સ્વીકારી લે છે તો વિદેશ નીતિના સ્તર પર છેલ્લાં કેટલાંક વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકાર માટે આ એક મોટી સફળતા હશે.

જો કે ભારતને હજુ સુધી આ આમંત્રણ પર અમેરિકાની તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે. ભારત સરકારે અમેરિકન રાષ્ટ્રપતિને આ આમંત્રણ આ વર્ષે એપ્રિલમાં જ મોકલ્યું હતું. એવા સંકેત છે કે ટ્રમ્પ મેનેજમેન્ટ ભારતના આ આમંત્રણ પર સકરાત્મક વિચાર કરી રહી છે. ભારતે આ આમંત્રણ બંને દેશોની વચ્ચે કેટલાંય રાઉન્ડની રાજદ્વારી ચર્ચા બાદ મોકલ્યું છે.

જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના આ આમંત્રણને સ્વીકારી લે છે તો એ નક્કી છે કે આ યાત્રા દરમ્યાન બંને દેશોની વચ્ચે જે વચનો હશે, તે પહેલાં થયેલા ઓબામા યાત્રા કરતાં પણ વધુ નાટકીય હશે. આપને જણાવી દઇએ કે 2015ની સાલમાં થયેલ ગણતંત્ર દિવસ પરેડમાં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદી સરકારના પહેલાં મુખ્ય અતિથિ બન્યા હતા.

અત્યારે દુનિયાના દરેક મોટા દેશ માટે ટ્રમ્પ સાથે પોતાના સંબંધો સામાન્ય રાખવા માટે કોઇ પડકારથી કમ નથી. ટ્રમ્પનો ગરમ મિજાજ અને ચીડયાપણું દુવિયાના બીજા નેતાઓ માટે પડકારરૂપ છે. એવામાં જો ભારત કંઇક અલગ વિચારતું રહ્યું તો આ અપવાદ જ હશે.

ભારત અને અમેરિકાના સંબંધોમાં કેટલાંક પડકારો રહ્યાં છે. જેમકે બંને દેશોમાં વેપાર ડ્યુટી, ઇરાનની સાથે ભારતની ઉર્જા સંબંધિત અને ઐતિહાસિક સંબંધો પર અમેરિકાની નારાજગી અને ભારતના રૂસ સાથે S-400 મિસાલઇના રક્ષા કરારને લઇ અમેરિકાની ચિંતાઓ ખાસ રહી છે. જો કે આવી જ કેટલીક બાબતો ઓબામાના કાર્યકાળમાં પણ હતી.

મોદી સરકારને આશા છે કે અમેરિકા ભારતને ઇરાન સાથે સંબંધ રાખવા છતાંય કેટલીક છૂટ આપી શકે છે. ટ્રમ્પ પ્રશાસને એ દેશોને પ્રતિબંધની ધમકી આપી છે, જે દેશ ઇરાનથી ક્રૂડ તેલની આયાત કરી રહ્યો છે.