India Is Doing Well In Making Earth Green and In Agriculture
  • Home
  • Featured
  • NASAનાં ઉપગ્રહની 20 વર્ષની માહિતી બાદ સામે આવ્યું, ભારત આ મામલે છે સૌથી આગળ

NASAનાં ઉપગ્રહની 20 વર્ષની માહિતી બાદ સામે આવ્યું, ભારત આ મામલે છે સૌથી આગળ

 | 8:56 am IST

ભારત અને ચીન વૃક્ષો અને છોડ વાવવા અને કૃષિ આધારિત પોતાના મહત્વાકાંક્ષી કાર્યક્રમોથી ધરતીને હરિયાળી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ જાણકારી પૃથ્વીની પરિક્રમા કરી રહેલા નાસાનાં બે ઉપગ્રહોનાં એક ઉપકરણ દ્વારા લગભગ 20 વર્ષ સુધી રેકૉર્ડ કરવામાં આવેલા ડેટા દ્વારા મળી, જેને મૉડરેટ રિજોલ્યૂશન ઇમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર કહેવામાં આવે છે. ‘નેચર સ્ટેટેનેબિલિટી’નાં તાજેતરનાં એડિશનમાં પ્રકાશિત થયેલા રીપોર્ટ અનુસાર, ’20 વર્ષની પહેલાની તુલનામાં વિશ્વ વાસ્તવમાં વધારે હરિયાળુ થવાની તરફ આગળ વધી રહ્યું છે.’

રીપોર્ટથી એ ખબર પડી છે કે 2000નાં દશકની શરૂઆતમાં વૈશ્વિક રૂપે ચીનમાં હરિયાળીનો વિસ્તાર ઓછામાં ઓછો 25 ટકા થયો અને ભારત પણ લગભગ આની નજીક હતો. નાસાનાં ઉપગ્રહની આ આશ્ચર્યજનક શોધથી એ ખબર પડે છે કે દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા આ બે દેશો વૃક્ષો વાવવા અને કૃષિ ક્ષેત્રનાં મહત્વાકાંક્ષી કાર્યક્રમો દ્વારા આ દિશામાં ઘણા આગળ વધી રહ્યા છે. 2017માં ભારતે ફક્ત 12 કલાકમાં 6.6 કરોડ વૃક્ષો વાવીને પોતાનો વિશ્વ રેકૉર્ડ તોડ્યો હતો. બૉસ્ટન વિશ્વવિદ્યાલયનાં શોધકર્તાએ કહ્યું કે, “1990નાં દશકનાં મધ્યમાં પહેલીવાર આ ઘટનાઓની માહિતી મળી હતી, પરંતુ અમે નહોતા જાણતા કે માનવ ગતિવિધિ આનાં પ્રમુખ અને પ્રત્યક્ષ કારણોમાંથી એક છે.”

શોધકર્તાઓને ડેટા તપાસ્યા બાદ ખબર પડી છે કે આ દરમિયાન ધરતીની હરિયાળીમાં 5 ટકાનો વધારો થયો છે, જે પુરા અમેજન જંગલ ક્ષેત્રનાં જેટલું છે. નાસાનાં એમ્સ રીસર્ચ સેંટરમાં એક શોધ વૈજ્ઞાનિક અને અધ્યયનનાં સહ-લેખક રામા નેમાનીએ કહ્યું કે, “જ્યારે અમે પૃથ્વી પર આ વધી રહેલી હરિયાળી પહેલીવાર જોઇ તો અમને લાગ્યું કે આ ગરમ અને Humid Climateનાં કારણે હશે.” તેમણે કહ્યું કે, “પરંતુ નાસાનાં ટેરા અને એક્વા ઉપગ્રહોથી મળેલા ડેટા બાદ વૈજ્ઞાનિકોએ અનુભવ્યુ કે આમા માનવ પણ યોગદાન આપી રહ્યા છે. મનુષ્ય અવિશ્વસનીય રૂપે સફળ થયા છે. આ અમે ઉપગ્રહનાં ડેટામાં જોયું છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન