India is likely to give US access to its dairy and poultry markets
  • Home
  • India
  • અમેરિકા માટે ડેરી, પોલ્ટ્રી માર્કેટ ખુલ્લાં મૂકવા પ્રસ્તાવ, ૮ કરોડ ગ્રામીણ લોકોની રોજી સંકટમાં

અમેરિકા માટે ડેરી, પોલ્ટ્રી માર્કેટ ખુલ્લાં મૂકવા પ્રસ્તાવ, ૮ કરોડ ગ્રામીણ લોકોની રોજી સંકટમાં

 | 5:35 am IST

। નવી દિલ્હી ।

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ભારત મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મર્યાદિત વેપાર કરાર શક્ય બનાવવા માટે ભારતે તેના ડેરી અને પોલ્ટ્રી માર્કેટ આંશિક રીતે ખુલ્લાં મૂકવાની અમેરિકાને ઓફર આપી છે. ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતો દેશ છે. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રામીણ ભારતના ૮ કરોડથી વધુ પરિવારોના રોજગારને સુરક્ષિત રાખવા ભારત સરકાર ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લાદી રાખતી આવી છે. પરંતુ પીએમ નરેન્દ્ર મોદી વિશ્વની બે લોકશાહી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા અમેરિકી પ્રમુખની ભારત મુલાકાત દરમિયાન તમામ અવરોધો દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ૨૦૧૯માં ભારત સરકારે મેડિકલ ડિવાઇસની કિંમતો પર નિયંત્રણો લાદ્યાં બાદ ટ્રમ્પે ભારતને અપાયેલ જીએસપીનો દરજ્જો રદ કર્યો હતો. ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન આશા રાખવામાં આવી રહી છે કે ભારત સરકાર અમેરિકી આયાતો પરની જકાતમાં ઘટાડો કરીને અમેરિકા પાસેથી વધુ વેપાર લાભ અંકિત કરવાનો પ્રયાસ કરશે.

ચીન પછી અમેરિકા ભારતનો બીજો મોટો ટ્રેડ પાર્ટનર દેશ

ચીન પછી અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર દેશ છે. ૨૦૧૮માં બંને દેશ વચ્ચે સામાન અને સર્વિસિઝનો વેપાર વિક્રમજનક ૧૪૨.૬ બિલિયન ડોલર પર પહોંચ્યો હતો. ૨૦૧૯માં અમેરિકાને ભારત સાથેના વેપારમાં ૨૩.૨ બિલિયન ડોલરની ખોટ સહન કરવી પડી હતી. સામાનની દૃષ્ટિએ અમેરિકા ભારતનો નવમો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન