ભારત 2019ના વર્લ્ડ કપની તૈયારી સાથે આગળ વધી રહ્યું છેઃ કોહલી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારત 2019ના વર્લ્ડ કપની તૈયારી સાથે આગળ વધી રહ્યું છેઃ કોહલી

ભારત 2019ના વર્લ્ડ કપની તૈયારી સાથે આગળ વધી રહ્યું છેઃ કોહલી

 | 10:02 am IST

પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વન ડેમાં વિજય સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી વિજ્યના 26 વર્ષના દુકાળનો અંત આણ્યો છે. શ્રેણીવિજય પછી લાગણીશીલ બની ગયેલા વિરાટ કહોલીએ આને સમગ્ર ટીમનો સહિયારો વિજય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે હવે બધી જ ટીમો  વર્લ્ડ કપ 2019ને ધ્યાનમાં લઈ યોજના ઘડે છે અને ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.

કોહલીએ કહ્યું હતું કે હું જીતથી ખુબ જ ખુશ છું. અમે બેટીંગ, ફિલ્ડીંગ અને બોલીગના ત્રણેય ક્ષેત્રમાં 100 ટકા દેખાવ કર્યો છે. આ મેચમાં ફક્ત એક જ ટીમ પર  શ્રેણી હારવાનું દબાણ હતું અને આ ટીમ દક્ષિણ આફ્રિકા હતી. અમને ખબર હતી કે તેમની નાની-નાની ભૂલો પણ અમને શ્રેણીમાં પરત લાવશે.

કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે જોહાનિસબર્ગ ટેસ્ટ પછી અમારા માટે ખુબ જ સારો સમય હતો. અમે ખુબ જ સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. આ ટીમના ખેલાડીઓની સાથોસાથ સપોર્ટ સ્ટાફ અને બધાના સંયુક્ત પ્રયાસોને લીધે શક્ય બન્યું છે. શ્રેણીમાં 4-1થી આગળ થઈ અમે ખુબ જ ખુશ છીએ. ભારતના ટોચના બેટસમેનોએ આ શ્રેણીમાં ખુબ જ સારો દેખાવ કર્યો છે. શિખર ધવન, રોહિત શર્મા અને કોહલીએ સદી ફટકારી છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટને વધુમાં જણાવ્યું હતું કે બધી જ ટીમો 2019ના વર્લ્ડ કપને ધ્યાનમાં લઈ યોજના ઘડી રહી છે  અને હાલમાં અમે 4-1થી આગળ હોવાથી ખુબ જ ખુશ છીએ. અમે શ્રેણીમાં 5-1થી વિજય મેળવવાની ઈચ્છા ધરાવીએ છીએ. અમારી પ્રાથમિકતા હાલમાં આ જ છે અને અમે આ સિદ્ધ કરવા સંપૂર્ણ પ્રયાસ કરીશું.