India is ready to fight against enemy countries like China and Pakistan
  • Home
  • Vishesh
  • હૈ તૈયાર હમ, ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો સામે લડવા ભારતે તૈયારી કરી લીધી

હૈ તૈયાર હમ, ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો સામે લડવા ભારતે તૈયારી કરી લીધી

 | 10:12 pm IST

પીઠ પર વાર કરતું ચીન. આતંકીઓ મોકલી અવળચંડાઇ કરતું પાકિસ્તાન. ભારતને તો પાડોશીઓ જ એવા મળ્યા છે કે દુશ્મનોની જરૂર જ નથી. પાડોશીઓનાં ભેષમાં આવા દુશ્મનો જો આજુબાજુ વસતા હોય તો ઉંઘમાં પણ એક હાથ હથિયાર પર રાખવો પડે. એટલે જ આ બંને દેશો નાનકડા છમકલાથી લઇને મોટા યુદ્ધની તૈયારી કરે તો પણ ભારતનું સૈન્ય કહે છે. હૈ તૈયાર હમ.

દુશ્મન નબળો હોય કે શુરો હોય તેની સામેની તૈયારી તો પૂરી જ હોવી જોઇએ. આ તૈયારી યુદ્ધનાં મેદાનની કે સરહદની તો હોય જ પણ દુશ્મનની જેટલી નબળાઇ મળે તે દરેક પર વાર કરવાની હોય. આવી જ કંઇક તૈયારી ભારતે પણ કરી જ છે. એટલે જ તો ભારત આખું કહે છે. હૈ તૈયાર હમ

ફ્રાંસથી ભરાઇ એક ઉડાન અને ભારતની તાકાતમાં થઇ ગયો અનેક ગણો વધારો. એક ઉડાન અને દુશ્મનોની ઉંઘ અત્યારથી જ થઇ ગઇ હરામ કેમ કે આ ઉડાન છે ભારત આવી રહેલાં રાફેલ વિમાનની જેણે ફ્રાંસની ધરતી પરથી ઉડાન ભરતી વખતે જ ગર્જના કરીને કહ્યું કે ભારતનાં દુશ્મનો ચેતી જજો.

ભારતની લદ્દાખ સરહદ પર એક તરફ ચીન છે. તો બીજી તરફ પાકિસ્તાન છે. ચીન પોતાની ચાલાકીઓ વાપરીને સરહદ પાસે સેના વધારી રહ્યું છે તો બીજી તરફ ચાલબાઝ ચીનનાં ઇશારે હવે પાકિસ્તાન પણ ભારતને ઘેરવા પ્રયત્ન કરી રહ્યું છે. પણ ભારતીય સેના કહે છે કે ચીન અને પાકિસ્તાન એકસાથે હુમલો કરે તો પણ તૈયાર હૈ હમ.

ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો સામે સામી છાતીએ લડવા માટે તો ભારતે તૈયારી કરી જ લીધી છે. પણ આર્થિક રીતે પણ ચીનને ખોખલું કરવા એક પછી એક પગલાં ભારત ભરી રહ્યું છે. પીઠ પાછળ વાર કરનાર ચીનનાં ખિસ્સામાં ભારતીય નાણાં ન જાય તે માટે બીજું પગલું એટલે ચીન પરની ડિજિટલ સ્ટ્રાઇક.

ભારતનાં બે દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાન. આ બંને દેશો સામે ભારત તો પગલાં લઇ જ રહ્યું છે. પણ અન્ય દેશો સાથેની ભારતની દોસ્તી પણ ચીન-પાકિસ્તાનને ભારે પડી રહી છે. પાકિસ્તાન તો આતંકવાદને લઇને વિશ્વભરમાં પંકાયેલું છે જ. હવે ચીન સામે વિશ્વ ભારતની સાથે જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન