ભારત અને ઈઝરાયેલ વચ્ચે ઐતિહાસિક નવ કરાર પર હસ્તાક્ષર - Sandesh
  • Home
  • Main News
  • Breaking News
  • ભારત અને ઈઝરાયેલ વચ્ચે ઐતિહાસિક નવ કરાર પર હસ્તાક્ષર

ભારત અને ઈઝરાયેલ વચ્ચે ઐતિહાસિક નવ કરાર પર હસ્તાક્ષર

 | 2:22 pm IST

ભારતની છ દિવસની મુલાકાતે આવેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિમિન નેતાન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બંને દેશો વચ્ચે નવ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયા હતાં. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, એસ. જયશંકર, સંરક્ષણપ્રધાન નિર્મલા સિતારામન પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

બંને દેશો વચ્ચે ફિલ્મ નિર્માણ, સાયબર સુરક્ષા, ઓઈલ અને ઉર્જા, કૃષિ, અંતરિક્ષ અંગે કરાર થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુનું પ્રથમ ભારત મુલાકાતમાં ભાવભીનું સ્વાગત છે. મોદીએ ઈઝરાયેલની હિબ્રુ ભાષામાં પણ નેતન્યાહુનું સ્વાગત કર્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે 2018માં ઈઝરાયેલના વડાપ્રધાન અમારા પ્રથમ મહેમાન છે. અમારો દેશ મકર સંક્રાતિ અને લોહડી જેવા તહેવાર ઉજવી રહ્યો છે તેવા સમયે આ તેઓ  ભારતની મુલાકાતે પધાર્યા છે.

ભારત અને ઈઝરાયેલ વચ્ચેની મિત્રતા 25 વર્ષથી ઘનિષ્ઠ બની રહી છે. બંને દેશો વચ્ચે આશઆ અને વિશ્વાસની ભાગીદારી છે. અમારું  ધ્યાન કૃષિ, વિજ્ઞાન અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ઈઝરાયેલની કંપનીઓની ટેકનોલોજી સાથે ચાલવાનું રહેશે. મેં ઈઝરાયેલની અનેક શસ્ત્ર ઉત્પાદક કંપનીઓને ભારતમાં રોકાણ કરવા કહ્યું છે, એમ ભારતના વડાપ્રધાને જણાવ્યું હતું.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે બંને દેશોએ પોતાની ક્ષેત્રીય સમસ્યાને પહોંચી વળવા માટે એકબીજાને સાથ આપવાની વાત તેમણે કરી છે. બંને દેશોને પ્રગતિ સાધવાની તાલાવેલી છે. ઈઝરાયેલના વડાપ્રધાનને હું કાલ તેમના વતન રાજ્ય ગુજરાત લઈ જઈશું

ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુએ મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મારા ખાસ મિત્ર મોદી ઈઝરાયેલની મુલાકાતે આવનાર પ્રથમ વડાપ્રધાન હોવાથી અમારા હજારો વર્ષના સહીયારા વારસામાં આ એક ઐતિહાસિક ઘટના છે. ભારત અને વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતુલ્ય મહેમાનગતિ બદલ હું તેમનો આભારી છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ઈઝરાયેલના 25 વર્ષથી ઘનિષ્ઠ સંબંધ છે. હવે આ સંબંધ એક નવી ઊંચાઈ પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે ફિલ્મ અંગે થયેલા કરાર અંગે નેતાન્યાહુએ કહ્યું હતું કે હું અને મારી પત્ની બોલિવૂડની ફિલ્મો અંગે ભારે ખુશ છીએ. વિશ્વના અન્ય દેશોએ યહુદી સમાજને અલગ પાડી દીધુ છે પરંતુ ભારતમાં આવું કયારેય થયું નથી. ભારતના યહુદીઓમાં ક્યારેય એકલવાયાપણાની ભાવના જાગી જ નથી.