India likely to allow a smaller gap between two doses of covid vaccine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ખાનગી હોસ્પિટલો કોરોના રસીનો બીજો ડોઝ 4 સપ્તાહ પછી ઓફર કરી શકશે

ખાનગી હોસ્પિટલો કોરોના રસીનો બીજો ડોઝ 4 સપ્તાહ પછી ઓફર કરી શકશે

 | 7:50 am IST
  • Share

કોર્ટે કરેલા આદેશને પગલે ભારત ખાનગી રાહે આપવામાં આવતા બે વેક્સિન ડોઝ વચ્ચેનું અંતર ઘટાડે તેવી શક્યતા છે. ખાનગી હોસ્પિટલ્સ અને ક્લિનિક તેમના દર્દીઓને પ્રથમ ડોઝ લીધા પછીના ચાર જ સપ્તાહમાં બીજો ડોઝ લેવાનો વિકલ્પ ઓફર કરી શકશે. અર્થાત ખાનગી હોસ્પિટલમાં વેક્સિન ડોઝ પ્રાપ્ત કરનાર માટે બે ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ સપ્તાહનું અંતર જાળવવું જરૃરી નહીં રહે. આ મહિને કેરળ હાઇકોર્ટે આરોગ્ય મંત્રાલયને તેની વેક્સિન બુકિંગ કાર્યવાહીમાં વેક્સિન માટે નાણાકીય ચુકવણી કરી રહેલા લોકો માટે ચાર સપ્તાહ પછી બીજો વેક્સિન ડોઝ લેવાનો વિકલ્પ ખુલ્લો કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જે રીતે વિદેશ જનારા લોકોને જે વિકલ્પ આપવામાં આવ્યો છે તે વિકલ્પ વેક્સિન માટે નાણા ચુકવણી કરી રહેલા લોકો માટે પણ ખુલ્લો થવો જોઇએ.

કોરોના મહામારીના ત્રીજા મોજાની આશંકા વચ્ચે ઓક્ટોબર મહિનાથી દેશમાં ૧૨થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૃઆત થઇ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેડિલા હેલ્થકેર આવતા મહિને બાળકો માટેની વેક્સિન ઝાયકોવ-ડી લોન્ચ કરી દેશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ચૂકી છે. અહેવાલોમાં જણાવ્યા મુજબ આવતા મહિનાથી ઝાયડસ કેડિલા દર મહિને ૧ કરોડ ડોઝ તૈયાર કરવાનું શરૃ કરી દેશે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો