હાર્દિક પંડ્યાએ આ શું કરી નાંખ્યું? હારના કારણે ભાવૂક થઈને કરી નાંખી આવી ટ્વિટ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાએ આ શું કરી નાંખ્યું? હારના કારણે ભાવૂક થઈને કરી નાંખી આવી ટ્વિટ

હાર્દિક પંડ્યાએ આ શું કરી નાંખ્યું? હારના કારણે ભાવૂક થઈને કરી નાંખી આવી ટ્વિટ

 | 5:11 pm IST

ટીમ ઈન્ડિયાને રવિવારે ઓવલમાં પાકિસ્તાનના હાથે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં 180 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાની ખરાબ બોલિંગ અને ખરાબ બેટિંગના કારણે ટીમ ઈન્ડિયા મેચ તો હારી ગઈ પરંતુ હાર્દિક પંડ્યાએ ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા હતા. યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. ભારત ફાઈનલ તો હારી ગયું, પરંતુ હાર્દિક પંડ્યાએ ઈતિહાસ રચતા આ મેચને ઈતિહાસ રચી દિધો હતો.

હારથી નિરાશ હાર્દિક પંડ્યાએ અમેરિકન સમયાનુંસાર 10.15 મીનિટે એક ટ્વિટ કર્યુ હતુ. જોકે, આ ટ્વિટને તરત ડિલીટ પણ કરી દીધો હતો. હાર્દિકે ટ્વિટ કરીને કહ્યું કે, “હમે તો અપનોને લૂટા ગૈરોમાં કહા દમ થા.” સોશિયલ મીડિયા પર હાર્દિકના આ ટ્વિટને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ મોટા ભાગના લોકો એવું માની રહ્યાં છે કે, આ ટ્વિટ તેમને પોતાના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાને લઈને કર્યુ છે. જેમના કારણે તેમને આઉટ થઈને પેવેલિયન જવું પડ્યું હતું.

આ ટ્વિટને ડિલીટ કરીને હાર્દિકે બીજી વાર ટ્વિટ કરીને ફેન્સના નામે સંદેશ આપ્યો હતો. હાર્દિક પંડ્યા ભારતીય ટીમની હારથી એટલો નિરાશ હતો તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે, તેને મેચ બાદ ઈંગ્લેન્ડ સમાયાનુસાર અડધી રાત્રે લગભગ 3 વાગ્યા સુધી જાગતા રહીને તેમને ટ્વિટ કરી હતી.

પાંડ્યાએ પોતાની ટ્વિટમાં કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ભારતીય ટીમ માટે એક શાનદાર યાત્રા રહી, અમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરી. આ પૂરી ટીમનું એફર્ટ હતું. તમારા બધાના મેસેજ અને સાથ આપવા માટે ખુબ ખુબ આભાર.

તમને જણાવી દઈએ કે, પાંડ્યાના નામે આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. તેમને 1999 વનડે વિશ્વકપ ફાઈનલમાં બનાવેલા એડમ ગિલક્રિસ્ટના રેકોર્ડને તોડ્યો હતો.

પાંડ્યાએ પાકિસ્તાની બોલર્સની ધોલાઈ કરતાં માત્ર 32 બોલમાં 4 સિક્સ અને 3 ફોરની મદદથી અર્ધશતક બનાવી હતી. તે 43 બોલમાં 4 ફોર અને 6 સિક્સની મદદથી 76 રન બનાવીને દૂર્ભાગ્યપૂર્ણ રન આઉટ થઈ ગયો હતો. પાંડ્યાએ શાદાબની સતત 3 સિક્સ અને ફખર જમાનની બે બોલમાં સતત બે સિક્સ ફટકારીને ઈન્ડિયન્સ ફેન્સના દિલ જીતી લીધા હતા.

પાંડ્યાએ ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક બેટ્સમેન ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો, જેમને 1999 વિશ્વકપમાં પાકિસ્તાન વિરૂદ્ધ 33 બોલમાં ફિફ્ટી બનાવી હતી. તેમને આ દરમિયાન 8 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.