India Made Highest Score Against Australia In CWC 2019
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપનાં ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયા સામે જે કોઈ ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું

વર્લ્ડ કપનાં ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયા સામે જે કોઈ ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું

 | 9:09 pm IST

વર્લ્ડ કપ 2019માં ભારતીય ક્રિકેટ ટીમે જબરદસ્ત પ્રદર્શન કરતા પોતાની બીજી મેચમાં ઑસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે રવિવારનાં રોજ ઑસ્ટ્રેલિયા સામે 352/5 રનનો સ્કૉર બનાવ્યો. વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે આ ભારતનો જ નહીં, પરંતુ કોઈપણ ટીમનો સૌથી મોટો સ્કોર છે. ભારત તરફથી શિખર ધવને 117 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 82 અને રોહિત શર્માએ 57 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમે કરી શાનદાર બેટિંગ

ભારતે લંડનનાં ઑવલમાં રમાયેલી આ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઑપનર શિખર ધવન અને રોહિત શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંનેએ 22.3 ઑવરમાં 127 રનની ભાગેદારી નોંધાવી હતી. રોહિત શર્માનાં આઉટ થયા બાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ ભારતનો સ્કોર 220 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની જોડીએ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 300ને પાર પહોંચાડ્યો હતો. હાર્દિક પંડ્યા 27 બૉલમાં 48 રન ફટકારીને આઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 14 બૉલમાં 27 રનની ઇનિંગ રમી હતી.

વર્લ્ડ કપમાં ભારતનો ચોથો સૌથી મોટો સ્કૉર

વર્લ્ડ કપમાં આ ભારતનો ચોથો સૌથી મોટો સ્કૉર છે. વિશ્વ કપમાં ભારતનો સૌથી મોટો સ્કૉર 413/5 છે જે 2007માં બરમૂડા સામે કર્યો હતો. આ ઉપરાંત ભારતે શ્રીલંકા સામે 1999માં 373/6 અને બાંગ્લાદેશ સામે 2011માં 370/4 રન બનાવી ચુક્યું છે. આ ત્રણ સ્કૉર બાદ ઑસ્ટ્રેલિયા સામે 352/5નો નંબર આવે છે. આ ચોથીવાર છે જ્યારે ભારતે વર્લ્ડ કપમાં 350નો સ્કૉર પાર કર્યો છે.

ઑસ્ટ્રેલિયાનાં નામે છે વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કૉર

વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કૉર ઑસ્ટ્રેલિયાનાં નામે છે. ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે 6 વિકેટે 417 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતનો 417નો સ્કૉર આવે છે જે તેણે 2007માં બરમૂડા સામે બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન