India may see 40 crore COVID-19 cases : Report
  • Home
  • Corona live
  • USથી આવી મોટી ચેતવણી…તો ભારતમાં 40 કરોડથી વધારે કોરોના વાયરસ પોઝીટીવ થઇ જશે

USથી આવી મોટી ચેતવણી…તો ભારતમાં 40 કરોડથી વધારે કોરોના વાયરસ પોઝીટીવ થઇ જશે

 | 12:53 pm IST

જો તમે વિચારી રહ્યા હો કે કોરોના વાયરસના ચેપથી બચવા માટે લોકડાઉન એકમાત્ર ઉપાય છે તો તમે ખોટા છો. અમેરિકાના વોશિંગ્ટન ખાતે આવેલા સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિસ્ક, ઇકોનોમિક એન્ડ પોલિસી (CDDEP)એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસ જ્યારે ચરમસીમાએ હશે ત્યારે દેશના 40 કરોડથી વધારે લોકો સંક્રમણનો ભોગ બનશે. હાલમાં વડાપ્રધાને કોરોના વાયરસને પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.

CDDEPએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે જો લોકો એકબીજાને મળવાનું નહીં ટાળે તો ગંભીર પરિણામ સામે આવી શકે છે. જો પરિસ્થિતિ આવી જ રહી તો ભારતમાં જુલાઈ મહિના સુધી 30થી 40 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થશે. આ વાયરસનો જ્યારે ગંભીર હુમલો થશે ત્યારે 20થી 40 લાખ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 700 પર પહોંચી ગઈ છે. આ વાયરસમાંથી 45 લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 88 કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત 22,295 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

આ વીડિયો પણ જુઓ : લોકડાઉનને લઈને RAFની ફ્લેગમાર્ચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન