India might be loose farzad b gas field in iran, check details
  • Home
  • Business
  • ભારત સાથે 3,000 કરોડનો દગો! ONGC ગુમાવી શકે છે ઈરાનનો આ ગેસ પ્રોજેક્ટ, જાણો શું છે કારણ

ભારત સાથે 3,000 કરોડનો દગો! ONGC ગુમાવી શકે છે ઈરાનનો આ ગેસ પ્રોજેક્ટ, જાણો શું છે કારણ

 | 10:35 pm IST

કોરોના મહામારીના કારણે ભારતીય અર્થતંત્રને માઠી અસર થઈ છે. ત્યારે હવે ઈરાન ભારતને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે એમ લાગી રહ્યું છે. કારણ કે, ભારત તેની પોતાની કંપની થકી ઈરાનમાં શોધી કાઢેલા એક મોટા ખનિજ ગેસ ક્ષેત્રના વિકાસ અને ગેસ નિકાસીના લાંબા સમયથી અટકી પડેલા પ્રોજેક્ટને ગુમાવી શકે છે. એમ મુદ્દા સાથે સંકલાયેલ સૂત્રોએ માહિતી આપી છે.

2008માં OVLએ કરી હતી ગેસ ભંડારની શોધ:

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇરાને પર્સિયન ગલ્ફનો ફરઝાદ-બી પ્રોજેક્ટ તેની સ્થાનિક કંપનીઓને આપવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે ઈરાન હાલમાં અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધો સામે સંઘર્ષ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ONGC વિદેશ લિ.(OVL)ના આગેવાની હેઠળ ભારતીય કંપનીઓના એક જૂથે આ પ્રોજેક્ટ પર અત્યાર સુધી 40 કરોડ ડોલર એટલે કે લગભગ 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વર્ષ 2008માં ભારતીય કંપની OVLએ ફરઝાદ-બી બ્લોકમાં ગેસના વિશાળ ભંડારની શોધ કરી હતી. OVLએ સરકારી કંપની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન(ONGC)ની પેટાકંપની છે.

21,700 અબજ ક્યુબિક ફીટ ગેસ અનામત:

માહિતી મુજબ ONGCએ આ પેટાકંપનીને વિદેશી પરિયોજનાઓમાં રોકાણ કરવામાં બનાવી હતી. રિપોર્ટ પ્રમાણે OVLએ ઈરાનના આ ગેસ ક્ષેત્રના વિકાસ માટે 11 અબજ ડોલર ખર્ચવાની યોજના પણ બનાવી હતી. ઈરાને વર્ષોથી ઓવીએલની દરખાસ્ત અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાનની નેશનલ ઈરાની ઓઇલ કંપની (NIOC) એ આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીને જણાવ્યું હતું કે તેઓ ફરજાદ-બી પ્રોજેક્ટને કોઈ ઈરાની કંપનીને આપવા માંગે છે. આ ક્ષેત્રમાં 21,700 અબજ ક્યુબિક ફીટ ગેસ અનામત છે. તેમાંથી 60 ટકા કાઢી શકાય છે.

2011માં OVLએ NIOCની સામે દરખાસ્ત રજૂ કરી હતી:

માહિતી પ્રમાણે OVL આ પ્રોજેક્ટના કામકાજમાં 40 ટકા હિસ્સો માંગવા ઇચ્છુક હતી. જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ(OIL) પણ સામેલ હતી. બંનેનો હિસ્સો અનુક્રમે 40 અને 20 ટકા હતો. OVLએ ગેસ શોધ સેવા માટે 25 ડિસેમ્બર, 2002ના રોજ કરાર કર્યો હતો. જ્યારે ઈરાનની રાષ્ટ્રીય કંપનીએ આ પ્રોજેક્ટને ઓગસ્ટ 2008માં વ્યાવસાયિક ધોરણે સધ્ધર જાહેર કર્યો હતો. એપ્રિલ, 2011માં OVLએ ઈરાન સરકાર દ્વારા અધિકૃત રાષ્ટ્રીય કંપની NIOCની સામે આ ગેસ ક્ષેત્રના વિકાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેના પર નવેમ્બર, 2012 સુધી વાતો ચાલતી રહી. પરંતુ કરાર થઈ શક્યો નહીં.

અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાદયા:

એપ્રિલ, 2015માં ઇરાનના પેટ્રોલિયમ કરારના નવા નિયમ હેઠળ વાતચીત શરૂ થઈ. જ્યારે એપ્રિલ, 2016માં પ્રોજેક્ટના વિકાસના વિવિધ પાસાઓ પર વિસ્તારથી વાટાઘાટ હોવા છતા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. અમેરિકા દ્વારા ઈરાન પર નવેમ્બર, 2018માં આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ તકનીકી વાતચીત પૂર્ણ થઈ ન શકી. ભારતીય કંપનીઓના જૂથે આ પરિયોજના પર અત્યાર સુધી 40 કરોડ ડોલર(લગભગ 3000 કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: હવામાન વિભાગની આગાહી મુજબ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન