India Might Get 237 Runs To Chase If New Zealand Don't Bat Again
  • Home
  • Sports
  • Cricket
  • જો ન્યૂઝીલેન્ડને ફરી નહીં મળે બેટિંગ તો ભારતને મળશે આટલા રનનો લક્ષ્યાંક

જો ન્યૂઝીલેન્ડને ફરી નહીં મળે બેટિંગ તો ભારતને મળશે આટલા રનનો લક્ષ્યાંક

 | 8:01 pm IST

માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારનાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં વરસાદે વિઘ્ન પાડ્યું. અહીંથી જો વરસાદ રોકાય છે અને ન્યૂઝીલેન્ડને તક નથી મળતી તો ભારતને ડીએલએસ પ્રમાણે 46 ઑવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. વરસાદ થોડાક સમય માટે રોકાય છે તો ભારતીય ઇનિંગની કેટલીક ઑવર્સ ઓછી કરવામાં આવશે અને ડીએલએસ પ્રમાણે ભારતને 20 ઑવરમાં 148 રનનો ટાર્ગેટ મળશે.

સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે

જો કે વર્લ્ડ કપ-19માં સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે આ અંતિમ ઉપાય હશે. મેચમાં જ્યારે વરસાદ આવશે ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઑવરમાં 5 વિકેટે 211 હતો. રોસ ટેલર 67 રન અને ટૉમ લેથમ 3 રન બનાવીને રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બૉલરો સામે ન્યૂઝીલેન્ડ સારી બેટિંગ કરી શક્યું નહીં અને તેની રમત ઘણી જ ધીમી રહી.

ભારત 6 વાર સેમિફાઇનલમાં પહોંચ્યું છે 

વર્લ્ડ કપ સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ 7 વાર પહોંચ્યું છે અને ફક્ત એક જ વાર જીત્યું છે. તો ભારત 6 વાર સેમિફાઇનલમાં પહોંચ્યું છે અને 3વાર જીત્યું છે. આવામાં ભારતનું પલ્લું ભારે છે.

આ વિડીયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન