આ ક્ષેત્રમાં ભારતે પછાડ્યું ચીનને, હવે કરે છે ચીનમાં જ નિકાસ - Sandesh
  • Home
  • Business
  • આ ક્ષેત્રમાં ભારતે પછાડ્યું ચીનને, હવે કરે છે ચીનમાં જ નિકાસ

આ ક્ષેત્રમાં ભારતે પછાડ્યું ચીનને, હવે કરે છે ચીનમાં જ નિકાસ

 | 4:49 pm IST

રંગ અને રસાયણ ઉદ્યોગ એક એવો ઉદ્યોગ હતો કે ભારત એક સમયે આ માટે ચીન પર નિર્ભર હતું. આજે યુગ બદાલાયો છે. ભારત રંગ અને રસાયણ માટેનો કાચો માલસામાન હવે ચીનને નિકાસ કરે છે.  પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચીનમાં ઘણાં કેમિકલ પ્લાન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. વર્ષો પહેલાં  અલગ અલગ પ્રકારની ડાઈ બનાવવા માટેના મટિરિયલ ભારત ચીનથી ઈમ્પોર્ટ કરતુ હતું, પરંતુ હવે Vinyl Sulphone, H-Acid, Methyl Jacid જેવા કેમિકલ ભારત ચીનને એક્સપોર્ટ કરે છે.

થોડાંક સમય પહેલા ગુજરાત અને અન્ય રાજ્યના ઉત્પાદકો દર મહિને ચીનથી 500-600 ટન H-Acid, 300-400 vinule sulphone અને 200 ટન methyl acidની આયાત કરતા હતા. આ મટિરિયલનો ઉપયોગ ડાઈ બનાવવા માટે થાય છે, જેનો ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોટો ઉપયોગ છે. ગુજરાત ડાઈ-સ્ટફ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ ભુપેન્દ્ર પટેલ કહે છે કે, પર્યાવરણના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચીનમાં ઘણી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. માટે પહેલાં જે કાચો માલ ચીનથી આયાત કરવામાં આવતો હતો, તેની હવે આપણે નિકાસ કરી રહ્યા છીએ.

કિરી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનિષ કિરી જણાવે છે કે, ભારતમાં દર મહિને લગભગ 4500 ટન Vinyle Suphone અને 3500 ટન H-acidનું ઉત્પાદન થાય છે. લોકલ ઉત્પાદકોને તાઈવાન અને કોરિયાના માર્કેટમાંથી પણ ઓર્ડર મળે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધવાને કારણે પાછલા બે મહિનામાં આ વસ્તુઓની કિંમત બમણી થઈ ગઈ છે.

પોતાના દેશમાં પ્રોડક્શન ઘટી જવાને કારણે ચીનના ડાઈ મેકર્સ હવે કાચા માલ માટે ભારત તરફ વળ્યા છે. ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી મોટા પ્રમાણમાં આ સામગ્રીનું ઉત્પાદન થાય છે. પાછલા બે જ મહિનામાં ચીનના ડાઈ મેકર્સે લગભગ 300 કરોડની કિંમતા 2000 ટન H-Acid અને 4000 ટન Vinyl Sulphone ભારતથી ઈમ્પોર્ટ કર્યા છે.