ભારતે હવે વસતી વિસ્ફોટ અટકાવવાની તાતી જરૂર - Sandesh
  • Home
  • Columnist
  • ભારતે હવે વસતી વિસ્ફોટ અટકાવવાની તાતી જરૂર

ભારતે હવે વસતી વિસ્ફોટ અટકાવવાની તાતી જરૂર

 | 4:54 am IST

કરન્ટ અફેર    :- આર. કે. સિંહા

હવે દેશની વર્તમાન પેઢી ઈચ્છે તો શર્મસાર થઈ શકે છે કે આપણે છ વર્ષમાં જનસંખ્યાના મામલે ચીનને પછાડી દઈશું. સૌથી વધારે વસતી ધરાવતું યુપી આબાદીના દરેક મોરચે પડોશી પાકિસ્તાન જેવા મોટા દેશને પછાડી રહ્યું છે. આ બંને આંકડાઓ ભયાનક છે. આવી હાલતમાં દેશને પ્રગતિ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. દુર્ભાગ્યવશાત્ આવી સ્થિતિ આપણે ત્યાં સર્જાઈ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક નવા રિપોર્ટમાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ૨૦૨૪ સુધીમાં ભારતની જનસંખ્યા ચીન કરતાં પણ વધી જશે. ભારતમાં ૧૯૫૧ની સાલમાં જનસંખ્યા નિયંત્રણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. ચાલી રહ્યો છે કે ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે તે તો સમય કહેશે. દેશની ઘણી પેઢીઓ આપણે બે,આપણા બેનો નારો સાંભળીને મોટી થઈ છે. ચીને ૧૯૭૦ ની સાલમાં જનસંખ્યા નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને આ રીતે ચીને ૪૦ કરોડ વસતી વધારો અટકાવ્યો હતો. આ એક મોટો આંકડો છે. આ દાવો ચીન સત્તાવારે રીતે જાહેર કર્યો છે. પરંતુ ભારતમાં તો વસતી નિયંત્રણના તમામ કાર્યક્રમો નિષ્ફળ નીવડયાં છે. તમને યાદ હશે કે આંધ્રના મુખ્યમંત્રીએ ૨૦૧૫માં પોતાના રાજ્યની જનતાને આહ્વાન કર્યું હતું કે તેઓ વધારેમાં વધારે બાળકો પેદા કરે જેથી કરીને બહારનો કોઈ તેમની સંપત્તિ પર કબજો ન જમાવી જાય. ચેનલો પર આજકાલ ધાર્મિક નેતાઓ એકબીજાને અપશબ્દો કહેતા હોય છે. તેઓ મંદિર-મસ્જિદ મુદ્દે લડતા હોય છે. ભારતમાં ૧૯૫૧ની સાલમાં જનસંખ્યા નિયંત્રણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો પરંતુ તે ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે.

દેશ ત્રાહિમામ્  

આજે તો આપણા દેશમાં દરેક જગ્યાએ ભીડ દેખાઈ રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બજાર, મંદિર, શોપિંગ, મોલ્સ, સડકો પર માથે-માથા દેખાઈ રહ્યાં છે. ભારતમાં રોકેટગતિએ થઈ રહેલા વસતીવધારાને કારણે આપણા મનમાં સવાલ ખડો થયો છે કે સરકાર તમામ લોકો માટે અનાજ, રોજગાર, આરોગ્ય જેવી સુવિધાઓ કેવી રીતે ઉપલબ્ધ કરાવશે. ભારતે ગત થોડા વર્ષોમાં વિજ્ઞાન, તકનીક, મેડિસિન અને આરોગ્ય, સેવા સૂચના, બિઝનેસ, સંચાર અને મનોરંજન જેવા ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે. પરંતુ જનસંખ્યા વિસ્ફોટને કારણે દેશના લોકોને જરૂરી લાભ નથી મળી રહ્યો. આસામ સરકારે જનસંખ્યા નીતિનો ખરડો તૈયાર કર્યો છે. જે અનુસાર બે કરતાં વધારે બાળકો પેદા કરનારને સરકારી નોકરી નહીં મળે. નિશ્ચિત રીતે આસામ સરકારે સમગ્ર દેશ માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું છે.

એક બાળક કે આસામનો માર્ગ  ભારતની સામે એકમાત્ર વિકલ્પ બચ્યો છે. આપણે આગામી પચાસ વર્ષ માટે અથવા તો વસતી સો કરોડ કરતાં નીચે ન આવી જાય. એક બાળકની નીતિથી ચાલવામાં આવે. જો આ મુદ્દે સર્વસંમતિ ન સધાઈ તો દેશ આસામને પગલે ચાલી શકે છે. આપણે યાદ રાખવું પડશે કે જો જનસંખ્યા આ રીતે વધતી રહી તો આવનાર પેઢીઓ ખાદ્યપાન, પેયજળ અને ચોખ્ખી હવા માટે તડપશે તેમાં નવાઈ નથી. આપણે પગલાં ભરવાનો વખત આવ્યો છે. જનસંખ્યા નિયંત્રણ માટે જે મોટા પગલાંઓ ભરવામાં આવ્યાં છે તેને ગંભીરતાથી લાગુ પાડવાની જરૂર છે. મહિલાઓ અને છોકરીઓના કલ્યાણલક્ષી પ્રોગ્રામો, તેમની સ્થિતિ સારી કરવી, શિક્ષણનો પ્રસાર, ગર્ભનિરોધક અને પરિવાર નિયોજનની રીતો, પુરુષ નસબંધીને પ્રોત્સાહન આપવં જેવા કેટલાંક પગલાંઓ સામેલ છે. આ પગલાંઓનો કડકાઈથી અમલ કરવામાં આવે તો વસતી નિયંત્રણ પર કાબૂ મેળવી શકાય છે.

ભારતમાં વસતી વધારો શા માટે?

વાસ્તવમાં નિયંત્રિત જનસંખ્યાના ઘણાં કારણો છે. તેમાં જન્મદર, મૃત્યુદર કરતાં વધારે હોવો તથા શિક્ષણનો અભાવ મુખ્ય છે. સૌથી મોટું કારણ તો નિરક્ષરતા છે. નિરક્ષરતાને કારણે દેશનો એક મોટો વર્ગ આડેધડ બાળકો પેદા કરી રહ્યો છે. જનસંખ્યા વિસ્ફોટ પાછળનું બીજું કારણ ગરીબી છે. ગરીબ પરિવારોમાં એક સામાન્ય ધારણા એવી હોય છે કે પરિવારમાં જેટલા સભ્ય વધારે હશે તેટલા કમાનાર સભ્યોની સંખ્યા વધારે હશે. તે ઉપરાંત ભારત ગર્ભનિરોધકો અને જન્મ નિયંત્રણ વિધિઓના ઉપયોગમાં પણ પાછળ છે. વસતી વિસ્ફોટ પાછળ ઘૂસણખોરો પણ એટલા જવાબદાર છે. આસામ અને બીજા રાજ્યોમાં કરોડો બાંગ્લાદેશી ઘૂસણખોરોએ વર્ષોથી ગેરકાયદે રીતે ઠરીઠામ થયાં છે. ભારતમાં ત્રણ-ચાર કરોડ બાંગ્લાદેશી નાગરિકો ઠરીઠામ થયાં છે તેવો પણ દાવો થઈ રહ્યો છે. આસામ અને બીજા રાજ્યોમાં ઠરીઠામ થયેલા કરોડો બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદેસર ગતિવિધિઓમા સામેલ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં તેમની હાક વાગે છે. તેમણે જ જનકપુરી વિસ્તારમાં એક્ ડોક્ટરની જાહેરમાં હત્યા કરી નાખી હતી. પશ્ચિમ બંગાળમાં પણ ગેરકાયદે બાંગ્લાદેશીનો મુદ્દો ઘણો સંવેદનશીલ છે. સૌથી વધારે મુસ્લિમ બહુલ જિલ્લા મુર્શીદાબાદ નજીકના સીમાવર્તી વિસ્તારની સૌથી મોટી સમસ્યા એ છે કે કથિત બાંગ્લાદેશીઓ અને મૂળ સ્થાનિક રહેવાસીઓની રહેણીકરણી અને ભાષા એક જેવી છે. ઘૂસણખોરો દેશના સંસાધનો પર એક બોજ બની રહ્યાં છે તેથી ઘૂસણખોરોને અટકાવવા જ પડશે. જનસંખ્યા વૃદ્ધિમાં આપણે બધાને પાછળ રાખી રહ્યાં છીએ તેથી સરકાર અને લોકોએ વસતી વિસ્ફોટને રોકવા માટે આકરા પગલાં ભરવા પડશે. હવે પછીનો વિલંબ દેશને ભારે પડશે. હવે એક પરિવાર એક બાળકની નીતિ પર અમલ કરવાની તાતી જરૂરિયાત છે.