ભારત બંધ સદંતર નિષ્ફળ, પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં સરકારની ભૂમિકા નહીં : ભાજપ - Sandesh
  • Home
  • India
  • ભારત બંધ સદંતર નિષ્ફળ, પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં સરકારની ભૂમિકા નહીં : ભાજપ

ભારત બંધ સદંતર નિષ્ફળ, પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં સરકારની ભૂમિકા નહીં : ભાજપ

 | 12:27 am IST

। નવી દિલ્હી ।

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસે આપેલાં ભારત બંધનાં એલાનને ભાજપે અસફળ ગણાવ્યું હતું. ભાજપે બંધનાં નામે દેશમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. દેશની રાજનીતિ શું હિંસા દ્વારા ખેલવામાં આવશે તેવો પ્રશ્ન કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પૂછયો હતો. આંતરરાષ્ટ્રીય કારણોસર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તેમાં ભાજપની કે કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નથી તેમ તેમણે કહ્યું હતું. રાહુલના આક્ષેપોથી દેશની ચિંતામાં વધારો થાય છે તેમ તેમણે કહ્યું હતું. બંધનાં એલાન વચ્ચે કેન્દ્રના પેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ભાજપપ્રમુખ અમિત શાહને મળ્યા હતા.

જહાનાબાદમાં એમ્બ્યુલન્સ રોકવાથી બાળકીનાં થયેલાં મૃત્યુ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કોંગ્રેસ અને વિપક્ષો હિંસાનું તાંડવ અને મોતનો ખેલ બંધ કરે. બે વર્ષની બાળકીનાં મોત માટે કોણ જવાબદારી લેશે? રાહુલ અને કોંગ્રેસ આ માટે જવાબ આપે.

નોટબંધી અને જીએસટી અંગે ચર્ચા કરવા મનમોહનસિંહને પડકાર  

રવિશંકર પ્રસાદે સાચી હકીકતો સાથે નોટબંધી અને જીએસટી અંગે જાહેરમાં ચર્ચા કરવાનો મનમોહનસિંહને પડકાર ફેંક્યો હતો. તેઓ મોટા અર્થશાસ્ત્રી છે તો હકીકતો સાથે ચર્ચા કરે.

રવિશંકરે કહ્યું શા માટે વધ્યા ઈંધણના ભાવ

  • ઈરાન પર અમેરિકી પ્રતિબંધોથી ક્રૂડની પ્રાપ્તિમાં ઘટાડો.
  • અમેરિકામાં શેલ ગેસનું ઉત્પાદન શરૂ નથી થયું.
  • ભારત દ્વારા ક્રૂડની આયાત અને વિશ્વબજારમાં ક્રૂડની અછત.
  • ઓપેક દ્વારા ક્રૂડનાં ઉત્પાદનમાં ઘટાડો.
  • પેટ્રોલ-ડીઝલનાં ભાવ સરકાર નક્કી નથી કરતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન