India-PAK match be cancelled? Central Minister Giriraj Singh big statement amidst terrorist incidents in Jammu and Kashmir
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાને લઇ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાને લઇ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

 | 6:56 pm IST
  • Share

  • ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની માગ વાયુવેગે પ્રસરી
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પુનર્વિચાર કરવાની સલાહ આપી
  • ભારત-પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે ટી-20 વર્લ્ડકપનો મુકાબલો

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આંતકવાદી ઘટનાઓ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની માગ વાયુવેગે પ્રસરી રહી છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું, જ્યારે સંબંધો જ સારા નથી તો આ અંગે વધુ એક વખત પુનર્વિચાર કરવાની જરૂર છે.

કોંગ્રેસનો નિશાનો

ખરેખર ગિરિરાજ સિંહ આજે જોધપુર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોકસભામાં સામેલ થવા પહોંચ્યા હતા. અહિંયાથી નીકળ્યા બાદ તેમણે કોંગ્રેસ પર નિશાનો સાદ્યો હતો. તેમણે કહ્યું,દેશમાં કોંગ્રેસ બેવડા વલણની રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મીકિ સમાજ, એસસીએસટીના લોકો સાથે અત્યાચાર થઇ રહ્યો છે. મહિલાઓ સાથે બળાત્કાર થઇ રહ્યો છે અને કાશ્મીરમા હિંદુઓને ટાર્ગેટ કરીને મારવામાં આવી રહ્યા છે. આ મુદ્દાઓ પર કોંગ્રેસ કંઇ બોલતી નથી પરંતુ લખીમપુરમાં જઇ રાજનીતિ કરે છે.

આતંકવાદનો ચહેરો હવે સાફ થશે

ગિરિરાજ સિંહે કહ્યું, આગામી સમયમાં કોંગ્રેસનું નામોનિશાન જ આ ધરતી પરથી સાફ થઇ જશે. આતંકવાદનો ચહેરો સાફ થશે. જમ્મુ કાશ્મીરમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાઓને લઇ આગામી દિવસોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ વિશે કહ્યું કે જ્યારે પાકિસ્તાન સાથે સંબંધો જ સારા નથી તો મેચ પર વધુ એક પુનર્વિચાર કરવો જોઇએ.

જણાવી દઇએ કે, ભારત-પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે ટી-20 વર્લ્ડકપની મેચ રમાવાની છે પરંતુ તે દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત નાપાક હરકતો થઇ રહી છે. ઘાટીમાં સામાન્ય માણસોને નિશાનો બનાવાઇ રહ્યા છે. ગત 10 દિવસમાં 7 અથડામણ થઇ, આ દરમિયાન 13 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો