India-Pakistan after 71 years of independence in terms of Economy, Military Power and Education
  • Home
  • Featured
  • આઝાદીના 71 વર્ષ બાદ સૈન્ય, ઈકોનોમી અને શિક્ષણ ક્ષેત્રે ભારત સામે પાકિસ્તાન ક્યાં?

આઝાદીના 71 વર્ષ બાદ સૈન્ય, ઈકોનોમી અને શિક્ષણ ક્ષેત્રે ભારત સામે પાકિસ્તાન ક્યાં?

 | 4:44 pm IST

ભારત પોતાનીએ આઝાદીનું 71મું વર્ષ પુરૂ કરી રહ્યો છે. તો પાકિસ્તાને પણ આજે 71 વર્ષ પુરા કર્યા છે. પરંતુ બંને દેશ અનેક ક્ષેત્રે ક્યાં છે તે રસપ્રદ બાબત છે. ભારતે કેટલી પ્રગતિ કરી અને પાકિસ્તાન કેટલુ પાછળ રહી ગયું? તે વિષે જાણીએ…

ગ્લોબલ ફાયરપાવર તરફથી આ જ વર્ષે જાહેર કરવામાં આવેલા વર્લ્ડ મિલિટરી રેંકિંગમાં 136 દેશોમાં ભારત 4 સ્થાને છે, જ્યારે પાકિસ્તાન છેક 17મા ક્રમે. ક્રેડિટ સુઈટ રિસર્ચ ઈન્ટીટ્યૂટ્સના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન 11માં સ્થાને છે, જ્યારે ભારત 5મા સ્થાને. આ આંકડા બંને દેશોની મિલિટરી ક્ષમતા દર્શાવવા કાફી છે.

ભારત્ની વર્ષિક જીડીપી 2597.5 બિલિયન ડૉલર છે, જ્યારે પાકિસ્તાનની માત્ર 305 બિલિયન ડૉલર. ભારતની માથાદીઠ જીડીપી 1940 ડૉલર, તો પાકિસ્તાનની 1549 ડૉલર છે. દુનિયાના સરળતાથી વ્યાપાર કરવા મામલે ભારત 100માં ક્રમે છે જ્યારે પાકિસ્તાન 147મા સ્થાને છે.

વાત ઓ શિક્ષણ ક્ષેત્રની કરવામાં આવે તો 2005ના આંકડા સાથે તુલના કરતા ભારતમાં સાક્ષરતા દર 71 ટકા પહોંચી ગયો છે. જ્યારે પાકિસ્તાન વસ્તીની દ્રષ્ટિએ ભારત કરતા ક્યાંય નાનું હોવા છતાંયે તેનો સાક્ષરતા દર માત્ર 58 ટકા છે.

હંગર ઈંડેક્સ એટલે કે ભૂખમરાની વાત કરવામાં આવે તો ભારત 100મા ક્રમે છે તો પાકિસ્તાન 106માં સ્થાને. જે દર્શાવે છે કે, ભૂખની સમસ્યાથી પાકિસ્તાન ભારત કરતા વધારે ઝઝુમી રહ્યું છે.

2015ના આંકડા પ્રમાણે ભારતમાં લાઈફ એક્સપેક્ટેંસી 68.35 વર્ષ છે, તો પાકિસ્તાનમાં 66.38 વર્ષ. એક માણસના સરેરાશ આયુષ્યને લાઈફ એક્સપેક્ટેંસી કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન