ભારત- પાકિસ્તાનની સરહદ પર બિરાજમાન થશે કિંગ ઓફ LOC - Sandesh
  • Home
  • Mumbai
  • ભારત- પાકિસ્તાનની સરહદ પર બિરાજમાન થશે કિંગ ઓફ LOC

ભારત- પાકિસ્તાનની સરહદ પર બિરાજમાન થશે કિંગ ઓફ LOC

 | 1:38 am IST

। મુંબઇ ।

ગણેશોત્સવ દસ દિવસોનો હોય છે પરંતુ આ દસ દિવસ જે હર્ષોલ્લાસનું વાતાવરણ રાજ્યભરમાં હોય છે એ અવિશ્વસનીય હોય છે. મુંબઇ-પુણેમાં બાપ્પાને પેશવા, રાજા, મહારાજા એવા ઉપનામો મળેલા છે. હવે ગણપતિ બાપ્પા કિંગ ઓફ એલઓસી(લાઇન ઓફ કન્ટ્રોલ)ના નામે પણ ઓળખાવાના છે.

મુંબઇથી ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં આ વર્ષે સતત ત્રીજીવાર ગણપતિ બાપ્પાની પધરામણી થવાની છે. પૂંછ વિસ્તારમાં રહેતી કિરણ ઇશ્વર નામની કાશ્મીરી પંડિતે આ વર્ષે પણ ગણેશોત્સવ ઉજવવાનો નિર્ણય લીધો છે. કિરણ ગત બે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી કરે છે. બાપ્પાના આગમનથી જવાનોને એક પણ બાપ્પાના આશીર્વાદ મળશે અને સીમા પરની તાણ હળવી થશે એવો મત કિરણે વ્યકત કર્યો હતો. ભારત-પાકિસ્તાનની સરહદથી એકદમ નજીકના વિસ્તારમાં આ વર્ષે બાપ્પાબિરાજમાન થવાના છે. તેમ જ તેમનું સ્વાગત, પ્રતિષ્ઠાન અને દસ દિવસનો કાર્યક્રમ ઢોલ નગારા સાથે થવાનો છે. લશ્કરી જવાનોને બાપ્પાના આશીર્વાદ મળે તે માટે હું આ વર્ષે ગણપતિની પ્રતિષ્ઠાન કરી રહી હોવાનું કિરણ ઇશ્વરે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. મુંબઇના મૂર્તિકારે પંદર દિવસના પરિશ્રમથી ગણપતિ બાપ્પાની મૂર્તિ તૈયાર કરી છે. મુંબઇથી ગણપતિ બાપ્પાની મૂર્તિ જમ્મુ પહોંચશે અને ત્યારબાદ લશ્કરી જવાનોની સુરક્ષા અને દેખરેખમાં પૂંછ વિસ્તારમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના થશે.