India-Pakistan Came On Talking Table Against Locusts
  • Home
  • Featured
  • ચાર-ચાર યુદ્ધ લડી ચુકેલા ભારત-પાકિસ્તાન આ દુશ્મન સામે થયા એક, બેઠકોનો ધમધમાટ

ચાર-ચાર યુદ્ધ લડી ચુકેલા ભારત-પાકિસ્તાન આ દુશ્મન સામે થયા એક, બેઠકોનો ધમધમાટ

 | 11:54 am IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની પરંપરાગત છે. બંને દેશો વચ્ચે 4 જેટલા ભયંકર યુદ્ધ ખેલાઈ ચુક્યા છે. બંને દેશો ભાગ્યે જ કોઈ મુદ્દે સહમત થાય છે અને વાતચીતના ટેબલ પર સાથે આવે છે. તેમાં પણ પાકિસ્તાનના આતંકીઓ દ્વારા પુલવામામાં કરવામાં આવેલા હુમલા બાદ અને તેના જવાબમાં ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે સંબંધો અત્યંત ખરાબ રીતે વણસ્યા છે.

પરંતુ એક મુદ્દે બંને દેશો સહમત થયા છે. બંને દેશો સંયુક્ત દુશ્મનો વિરૂદ્ધ મોરચો ખોલવાની રણનીતિ બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનામાં 5 મીટીંગ કરી ચુક્યા છે. આ ઘાતક દુશ્મન છે અત્યંત ભયંકર અને નુંકશાન કારક રણ પ્રદેશના તીડ.

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનો દૌર આગળ પણ યથાવત રહેશે કારણ કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, આ વર્ષે જૂન મહિનાથી ગત વર્ષની સરખામણીએ વધારે તીડ હુમલા કરી શકે છે. ગત વર્ષે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ખેડૂતોએ ભારે નુંકશાન વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે તીડ ખેતરમાં ઉભા પાકને રીતેસરના સફાચટ કરી ગયા હતાં.

કૃષિ મંત્રાલયની એક નોટમાં જણાવ્યું છે કે, એક અનુમાન પ્રમાણે 2020માં ચોમાસુ બેસતા જ ભારતના 2 લાખ સ્ક્વેર મીતર રણપ્રદેશ વિસ્તારમાં તીડનું આક્રમણ થશે. આ તીડ ઈરાનના દક્ષિણ-પૂર્વ ભાગ, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આફ્રિકાના દ્વિપ હોર્ન ઓફ આફ્રિકામાંથી આવશે. આ આક્રમણ ગત વખત કરતા લગભગ બમણું હશે.

તીડો ભારત-પાકિસ્તાનના રવી પાક પર ત્રાટક્યા હતાં. જૂનથી ડિસેમ્બર 2019 વચ્ચે ભારતના મુનબાઓ અને પાકિસ્તાનના ખોખરોપારમાં બંને દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી. પાકિસ્તાને તો તીડના આક્રમણના પગલે રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. જોકે ભારતે ત્વરીત કાર્યવાહી હાથ ધરતા તીડોના આક્રમણે નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી હતી.

આમ તીડના ત્રાસ સામે બંને પરંપરાગ દુશ્મન દેશો એક ટેબલ પર આવ્યા છે અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંજય જોષી સાથે વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન