India-Pakistan clash In London Bank for Hyderabad Nizam's Funds
  • Home
  • Featured
  • કાશ્મીર મુદ્દો જ નહીં આ એક બેંક એકાઉન્ટ બન્યું છે ભારત-પાકિસ્તાન વચ્ચે ટકરાવનું કારણ

કાશ્મીર મુદ્દો જ નહીં આ એક બેંક એકાઉન્ટ બન્યું છે ભારત-પાકિસ્તાન વચ્ચે ટકરાવનું કારણ

 | 5:31 pm IST

ભારત અને પાકિસ્તાન કાશ્મીર સહિત કેટલાક મુદ્દે વર્ષોથી સામસામે લડી રહ્યાં છે. પરંતુ મોટા ભાગના લોકો એ વાતથી અજાણ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ટકરાવનું એક કારણ એક બેંક એકાઉન્ટ પણ છે.

આ બેંક ભારત કે પાકિસ્તાનમાં નથી પણ ઈંગ્લેન્ડના લંડન શહેરમાં આવેલું છે. આ બેંક એકાઉન્ટને લઈને બ્રિટનની હાઈકોર્ટ આવતા મહિની ઓક્ટોબર મહિનામાં મહત્વનો ચુકાદો આપી શકે છે.

વાત એમ છે કે, જ્યારે 1948માં ‘ઓપરેશન પોલો’ અંતર્ગત હૈદરાબાદનું ભારતમાં વિલિનિકરણ કરવામાં આવ્યું હતું. આ સમયી નિઝામના નાણાંમંત્રી નવાબ મોઈન નવાબ જંગે લગભગ 10 લાખ પાઉન્ડ (આશરે 9 કરોદ) રૂપિયા બ્રિટનમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત હબીબ ઈબ્રાહિમ રહિમતુલ્લાના ખાતમાં મોકલી આપ્યા હતાં. હવે આ રૂપિયા 35 વધીને 3.1 અબજ ડોલર થઈ ગયા છે.

જ્યારે નિઝામને આ રૂપિયાની જાણ થઈ ત્યારે તેમણે તેને પાછા લેવાની માંગણી કરી, પરંતુ પાકિસ્તાને તેને આપવાનો ઈનકાર કરી દીધો. આખરે આ મામલો બ્રિટનની હાઈકોર્ટ (હાઉસ ઓફ લોર્ડ્સ) પાસે ગયો. કોર્ટે આ એકાઉન્ટ જ ફ્રીઝ કરી દીધું હતું. હવે ફરી એકવાર આ કેસ હાઈકોર્ટમાં આવ્યો છે.

નિઝામના પરિવાર તરફથી કોર્ટમાં દલીલ આપવામાં આવી હતી કે, આ પૈસા ‘ઓપરેશન પોલો’ દરમિયાન સુરક્ષીત રાખવા માટે મોકલવામાં આવ્યા હતાં. પરંતુ પાકિસ્તાને ત્તર્ક આપ્યો હતો કે, હૈદરાબાદનો ભારતમાં વિલય થયો તે દરમિયાન પાકિસ્તાને નિઝામને ખુબ મદદ કરી હતી, જેના બદલમાં આ પૈસા પાકિસ્તાનને આપવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત પાકિસ્તાને એવી પણ દલીલ કરી હતી કે, તેણે હૈદરાબાદને હથિયારોની સપ્લાઈ કરી હતી. જેના બદલામાં આ રૂપિયા ચુકવણીના ભાગરૂપે આપવામાં આવ્યા હતાં. પરંતુ પાકિસ્તાને હથિયારોની સપ્લાઈ કે ચુકવણીના કોઈ જ પુરાવા આપ્યા નથી.

જસ્ટિસ માર્ક્સ સ્મિથ બંને ભારત અને પાકિસ્તાન એમ બંને પક્ષોની દલીલ સાંભળી ચુક્યા છે અને હવે ઓક્ટોબર 2019માં આ મામલે નિર્ણય સંભળાવશે.

આ વીડિયો પણ જુઓ : નર્મદાને PM મોદીના નમન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન