India-Pakistan Lovers Go Viral On Internet
  • Home
  • Featured
  • ભારતની અંજલિને પાકિસ્તાનની સુંદાસ સાથે થયો પ્રેમ, લવસ્ટોરી દુનિયાભરમાં વાયરલ

ભારતની અંજલિને પાકિસ્તાનની સુંદાસ સાથે થયો પ્રેમ, લવસ્ટોરી દુનિયાભરમાં વાયરલ

 | 2:24 pm IST

પંછી, નદીયાં, પવન કે ઝોકે…કોઇ સરહદ ના ઇન્હેં રોકે…હાલ સોશિયલ મીડિયા પર બે છોકરીઓનો એક ફોટોશુટ ખૂબ વાયરલ થયો છે. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છોકરીઓનું ફોટોશુટ વાયરલ થઇ રહ્યું છે. આ છોકરીઓ ન્યૂયોર્કમાં રહે છે પરંતુ પ્રેમના મામલામાં બંનેએ એક નહીં કેટલીય દિવાલો તોડી દીધી છે.

માત્ર જેન્ડરનો મામલો નથી, ધર્મ અને દેશ પણ અલગ છે
ફોટોમાં જોવા મળતી એક છોકરીનું નામ અંજલી ચક્રા અને બીજી છોકરીનું નામ સુંદાસ મલિક છે. અંજલી ભારતીય મૂળની અને સુંદાસ એક પાકિસ્તાની કલાકાર છે. બંને ન્યૂયોર્કમાં રહે છે.

એક હિન્દુસ્તાની તો બીજી પાકિસ્તાની, પ્રેમની એક અનોખી કહાની
સુંદાસ એક મુસ્લિમ આર્ટિસ્ટ છે જ્યાં અંજલી હિન્દુ છે. બંને છેલ્લાં એક વર્ષથી રિલેશનશિપમાં છે અને જ્યારે આ મોકા પર તેમણે પોતાના ફોટોઝ ઇન્ટરનેટ પર શેર કર્યો તો તરત વાયરલ થઇ ગયો.

સમાજની દરેક માન્યતાથી તોડતા આ પ્રેમ લોકો માટે બની ગઇ મિસાલ
લોકોએ બંનેની હિંમતના ખૂબ વખાણ કર્યા. ધર્મ, દેશ અલગ હોવા છતાંય અને સેમ સૈક્સ કપલ હોવાની સ્વીકૃતિને લોકોએ ખૂબ સકારાત્મક માન્યું.

લોકોને લાગ્યું બંને પરણેલા છે
લોકોને તેમની તસવીરો જોઇને લાગ્યું કે બંને પરણેલ છે પરંતુ અંજલીએ ટ્વીટ કરી કહ્યું કે તેઓ બંને છેલ્લાં 1 વર્ષથી એક બીજાને ડેટ કરી ર્હયા છે અને એકબીજાના પ્રેમમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન