India-Pakistan-t20-world-cup-match-aimim-chief-asaduddin-owaisi
  • Home
  • Featured
  • Ind Vs Pak: ઓવૈસી પણ ભારત-પાકિસ્તાન મેચ વિરૂદ્ધ, કહી આ વાત…

Ind Vs Pak: ઓવૈસી પણ ભારત-પાકિસ્તાન મેચ વિરૂદ્ધ, કહી આ વાત…

 | 9:24 am IST
  • Share

  • જમ્મુ -કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ વચ્ચે ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો મેચ

  • AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારત-પાકિસ્તાન મેચને લઇ કહી આ વાત

  • ઓવૈસીએ 24 ઓક્ટોબરે મેચ ન રમવાની આપી સલાહ

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધી છે. આતંકવાદીઓ દરરોજ સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ -કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ચાલી રહેલા ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. 24 ઓક્ટોબરે યોજાનારી આ મેચનો વિરોધ દેશમાં વધુ ઉગ્ર બની રહ્યો છે. ગિરિરાજ સિંહ, તારકિશોર પ્રસાદ બાદ અસદુદ્દીન ઓવૈસી પણ આ મેચનો વિરોધ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં અમારા નવ સૈનિકો માર્યા ગયા છે અને ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટી 20 મેચ રમશે. અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા અને પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને લઇ ઘેરવાનો પ્રયાસ કર્યો.

ઓવૈસીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય બે બાબતો પર બોલતા નથી. ઓવૈસીએ કહ્યું છે કે, PM મોદી લદ્દાખમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સાથે બેઠેલા ચીન વિશે બોલતા નથી. તેમણે સ્પષ્ટ આરોપ લગાવ્યો કે PM ચીન પર બોલતા ડરે છે. મહત્વનું છે કે, જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે.

વધેલી આતંકવાદી ઘટનાઓને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મેચ ન રમવાની માંગ જોર પકડી રહી છે. સામાન્ય નાગરિકોની સાથે રાજકારણીઓ પણ આ મેચ રદ કરવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, બિહારના ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદે પણ મેચ રદ કરવાની વાત કરી હતી. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મેચ રદ થવાની સંભાવનાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે અમે ICC સાથે અમારા કરારને કારણે મેચ રદ કરી શકતા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો