India, Pakistan Threatened To Unleash Missiles At Each Other : Report
  • Home
  • Featured
  • એર સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાન પર 6 મિસાઈલ ઝિંકવાની તૈયારીમાં હતું : રિપોર્ટ

એર સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાન પર 6 મિસાઈલ ઝિંકવાની તૈયારીમાં હતું : રિપોર્ટ

 | 5:01 pm IST

જમ્મુ- કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલામાં ઇન્ડિયન એરફોર્સ અને પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક વખતે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા અને ત્યાદ બાદ તેના જવાબમાં ભારતીય વાયુસેના તરફથી બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પનો ખાતમો બોલાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. બંને એકબીજા પર મિસાઈલ વડે હુમલાની તૈયારીઓ પણ કરી લીધી હતી. પણ અમેરિકાના હસ્તક્ષેપના કારણે મોટો સંઘર્ષ ટળ્યો હતો.

અમેરિકાના સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટ સાથે અન્ય અમેરિકન અધિકારીઓની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મામલો થાળે પડ્યો હતો. આ દાવો સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલમાં કરાયો છે. રોયટર્સે 5 સૂત્રોને ટાંકીને આ અહેવાલમાં દાવો કર્યો છે.

અહેવાલમાં પ્રમાણે ભારતે પાકિસ્તાન પર 6 મિસાઇલ ફેંકવાની ધમકી આપી હતી, જેના જવાબમાં પાકિસ્તાને બમણી મિસાઇલ છોડવાની ધમકી આપી હતી. બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક બાદ જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબ્જામાં આવી ગયા ત્યારે તણાવ ચરમસીમાએ હતો.

ભારતીય પાયલટ અભિનંદનની એ દિવસે સાંજે એનએસએ અજીત ડોભાલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ચીફ મુનીર સાથે એક સિક્યોર લાઇન પર ચર્ચા કરીને જણાવ્યું હતું કે ભારત ‘કાઉન્ટર ટેરરિઝમ’થી પીછે હઠ નહીં કરે. ડોભાલે કહ્યું હતું કે અમારી લડાઈ પાકિસ્તાની આતંકવાદી જૂથો સાથે છે, જે પાકિસ્તાનની જમીનનો ઊપયોગ ભારત વિરુદ્ધ કરે છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના એક મંત્રી અને ઇસ્લામાબાદ સ્થિત એક વેસ્ટર્ન રાજદૂતે ભારતની મિસાઇલ ધમકીની પુષ્ટી કરી હતી.

અહેવાલ મુજબ, પશ્ચિમના એ રાજદૂતે જણાવ્યું હતું કે લડાઈ દરમિયાન ભારત પાકિસ્તાનની જાસૂસી સંસ્થા એક બીજા સાથે સંપર્કમાં હતી. પાકિસ્તાનના મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન એક મિસાઇલ છોડશે તો અમે ત્રણ મિસાઇલ છોડીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન